Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

પાલનપુરમાં પાણીની મોટર ચાલુ કરવા જતાં વીજ કરંટથી મહિલાનું મોત :પરિવારમાં શોક

પાલનપુર: શહેરમાં વીજ સલામતી સપ્તાહની ઉજવણી વચ્ચે એક મહિલા વીજ કરંટ લાગતા મોતને ભેટી છે જનતાનગર વિસ્તારમાં રહેતી એક 35 વર્ષીય મહીલાપાણીની મોટર ચાલુ કરી પાણી ભરવા જતા વિજ કરંટ લાગતા મોતને ભેટી હતી.

   એજબાજુ બનાસકાંઠા જિલ્લામાં 1 જુનથી ઉત્તર ગુજરાત વિજ કંપની દ્વારા વિજ સલામતી સપ્તાહની ઉજવણી કરી લોકોને જાગૃત કરવામા આવી રહ્યા છે. ત્યારે બીજીબાજુ પાલનપુર શહેરના જનતાનગર વિસ્તાર માં રહેતા 35 વર્ષીય જશીબેન રમેશભાઈ પટણી વહેલી સવારે પાણી ભરવા માટે મોટરનો વાયર પ્લગમાં લગાવવા જતા તેમને વિજ કરંટ લાગ્યો હતો. અને મહીલા ત્યાંજ ઢળી પડી હતી. જેથી પરીવારના સભ્યો સહીત આજુ-બાજુથી લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. અને મહીલાને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ ઉપરના તબિબે મહીલાને મૃત જાહેર કરતા પરીવારમાં શોક છવાયો હતો

(8:10 pm IST)