Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

મોટા રાયપરા ગામની યુવતી ઘરેથી ક્યાંય ચાલી જતા પરિવારે પોલીસની મદદ માંગી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોટા રાયપરા ગામની યુવતી ગુમ થતાં રાજપીપળા પોલીસ મથકે જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ચંચળબેન ઉકડભાઇ વલવી (રહે,મોટા રાયપરા) નાઓએ રાજપીપળા પોલીસ મથકે જાણ કર્યા મુજબ કુંતાબેન આકાશભાઇ અશોકભાઇ વસાવા (ઉ.વ.૨૩) ઘરેથી કોઈને કઇ કહ્યા વગર તારીખ ૨૮/૦૪/૨૦૨૨ના રાતના પોતાના ઘરેથી ક્યાંક જતા રહેલ છે અને હાલ સુધી પરત ઘરે આવેલ ન હોય તેમની ઉચાઇ આશરે સાડા ચારેક ફુટની છે જે શરીરે ઘઉવર્ણની છે તેને કપડા ભુરા કલરનું ટોપ પહરેલ છે. અને સફેદ કલરનું લેંગીઝ પહરેલ છે, શરીરે મધ્યમ બાંધાની છે. અને વાળ કાળા અને લાંબા છે,ગુજરાતી બોલે છે.
પોલીસે ફરિયાદના આધારે કુંતાબેન ની શોધખોળ ના ચક્રો ગતિમાન કર્યા છે.

(11:10 pm IST)