Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

સુકા ગામની સીમમાં જુગાર રમતા છ શખ્શોને રૂપિયા ૧૧,૦૯૦ સાથે ઝડપી પાડતી ગરૂડેશ્વર પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના સુકા ગામની સીમ માથી પોલીસે જુગાર રમતા શખ્સોને રોકડ રકમ સાથે ઝડપી લીધા છે.

મળતી માહિતી મુજબ એમ.બી ચૌહાણ પીએસઆઈ ગરુડેશ્વર પો.સ્ટે. તથા પો , સ્ટાફના માણસો સાથે પ્રોહી / જુગાર રેઇડમાં નીકળેલા તે દરમ્યાન સોનગામ ગામે જતા બાતમીદારથી બાતમી મળેલ કે સુકા ગામની સીમમાં આવેલ મહુડાના ઝાડ નીચે કેટલાક ઇસમો ખુલ્લામા પત્તા પાનાનો પૈસા વડે હાર જીતનો જુગાર રમે છે,જેથી ત્યાં રેઇડ કરતા ( ૧ ) દિનેશભાઇ ઝીણાભાઇ તડવી (ઉ.વ .૪૫ )(રહે.ખડગદા તા.ગરૂડેશ્વર જી.નર્મદા ( ૨ ) પ્રેમાભાઇ ચંદુભાઇ ભીલ( ઉ.વ .૪૭ )(રહે.મજણપુર તા,ગરૂડેશ્વર જી.નર્મદા ( ૩ ) બિપીનભાઇ જીવાભાઇ તડવી (ઉ.વ .૩૦)( રહે.સુકા તા.ગરૂડેશ્વર જી.નર્મદા ( ૪) વિપુલ ભાઇ રમેશભાઇ તડવી (ઉ.વ .૨૬)( રહે.સુકા તા.ગરૂડેશ્વર જી.નર્મદા ( ૫ ) જયેશભાઇ નટવરભાઇ તડવી (ઉ.વ .૨૯ )(રહે.સુકા તા.ગરૂડેશ્વર જી.નર્મદા) નાઓ સુકા ગામની સીમમાં મહુડાના ઝાડ નીચે ખુલ્લામા પત્તા પાનાનો પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડી પકડાઇ જતા તેમની અંગ ઝડતી માંથી મળી આવેલ કુલ્લે રૂ .૮૫૯૦ તથા દાવ ઉપરના રૂ .૨૫૦૦ મળી કુલ્લે રૂ .૧૧,૦૯૦ સાથે મળી આવી તથા ( ૬ ) રાકેશભાઇ બાલુભાઇ ભીલ(રહે.સજનપુરા તા.ગરૂડેશ્વર , જી.નર્મદા) નો નાસી જતા ગુનો દાખલ કર્યો છે.

   
(11:08 pm IST)