Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

નર્મદા જીલ્લા SSA ના કર્મચારીઓ દ્રારા પગાર વધારા મુદ્દે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવામા આવ્યુ

આ કર્મચારીઓ વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે છતા તેમને પગાર બાબતે તંત્ર દ્રારા લોલીપોપ આપવામા આવે છે: આ વિરોધ પ્રદર્શનમાં નર્મદા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના 8000 જેટલા કર્મચારી જોડાયા હતા.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર ગુજરાતમા સમગ્ર શિક્ષા અભિયાન(એસ.એસ.એ) અંતર્ગત હજારો કર્મચારી કામ કરે છે,જેમા આ કર્મચારીઓ વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે છતા તેમને પગાર બાબતે તંત્ર દ્રારા લોલીપોપ આપવામા આવે છે,આ વખતે એસ.એસ.એ ગાંધીનગર કચેરી પર તમામ એસ.એસ.એ ગુજરાત કરાર આધારીત કર્મચારી સંઘના પ્રમુખ અમિત કવિ તેમજ તેમની ટીમને બોલાવી તેમની સંપૂર્ણ રજુઆત સાંભળ્યા બાદ અધિકારીઓ દ્રારા હકારાત્મક વલણ દાખવવામા આવેલ પરંતુ હાલ એક અઠવાડીયા પહેલા પગાર વધારામા 7% વધારો આપી ગુજરાતના તમામ કર્મચારીઓનો મજાક બનાવ્યો છે.
માટે આ તમામ કર્મચારીઓની પગાર વિસંગતતા તથા સમાન કામ સમાન વેતન,ઉપરાંત સરકારી કર્મચારીઓને મળવા પાત્ર તમામ લાભ અમને મળે તેવી માંગ સાથે ગુરુવારે નર્મદા જીલ્લાના એસ.એસ.એ ના તમામ કર્મચારી કાળી પટ્ટી લગાવી પોતાના કાર્ય ક્ષેત્રમા ફરજ બજાવી હતી અને પોતાની સાથે થઇ રહેલ અન્યાય અને શોષણ સામે પોતાના રોષ ઠાલવ્યો હતો,હજુ પણ તેમને ન્યાય નહિ મળે તો આવનારા દિવસોમા ઉગ્ર આંદોલન પણ કરશે એ દિવસ દુર નથી તેમ જાણવા મળ્યું છે
ગુજરાતના પગાર વાંચ્છુક,ટૂંકા પગાર ધારકો, શિક્ષણની ત્રણ થી ચાર જેટલી સંસ્થાઓ નેતૃત્વ કરનારા ચાલક બળ- ગણાતા ગુજરાતના સાત થી આઠ હજાર જેટલા સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ફરજ બજાવનારા કરાર આધારિત કર્મચારીઓ એ આજે કાળી પટ્ટી ધારણ કરીને જિલ્લામાં,તાલુકામાં, રાજ્યકક્ષા સુધી પોતાના ફરજ ઉપર નોકરીના સમયકાળ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરવાના કાર્યક્રમ દ્વારા એક અનોખુ પ્રદર્શન કર્યું .નામદાર સરકાર સમક્ષ સમાન કામ સમાન વેતનના સુપ્રીમ કોર્ટના ચુકાદાને અનુસરવા અને પગારની વિસંગતતા ની ફાઈલ સત્વરે મંજૂર કરવામાં આવે,7 ટકા જેટલા (એટલે 10,000 પગાર વાળાને 700 જેટલો) નજીવા પગાર વધારો આ તમામ બાબતોનો અમલ થાય ,સત્વરે કર્મચારીઓને ન્યાય મળે તેવી માંગણી સાથે ગુજરાતના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ફરજ બજાવનાર કરાર આધારિત કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને સકર્મ અનોખું વિરોધ પ્રદર્શન કર્યું જેમાં સમગ્ર ગુજરાતના 8000 જેટલા કર્મચારી વિરોધ પ્રદર્શન માં જોડાયા હતા.

(11:06 pm IST)