Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

નર્મદા જિલ્લા આચાર્ય સંઘ દ્વારા નિવૃત્ત આચાર્યોનો સન્માન સમારોહ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : શ્રી આર એન દિક્ષીત હાઈસ્કૂલ તરોપા  ખાતે નર્મદા જીલ્લા આચાર્ય સંઘ આયોજિત નિવૃત્ત આચાર્યો અને તરોપા હાઈસ્કૂલ ના નિવૃત્ત કલાર્ક કનુભાઈ વસાવા ના સન્માન સમારંભ અને શિક્ષણ સંવાદનું આયોજન ભરૂચ નર્મદાના સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને થયું.
 આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નાંદોદ મત વિસ્તારના ધારાસભ્ય પી ડી વસાવા નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી દારાસિંગ,સંચાલક મંડળ ના પ્રમુખ મહેશભાઇ પટેલ,  નર્મદા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ નિલેશકુમાર વસાવા, અધ્યક્ષ યોગેશકુમાર ભલાણી મહામંત્રી તુષારભાઈ પટેલ વિવિધ ઘટક સંઘના પ્રમુખ મંત્રી તેમજ નર્મદા જિલ્લાની 100 જેટલી શાળાઓના આચાર્યો અને શિક્ષણવિદો હાજર રહ્યા હતા આ તબક્કે સંસદ સભ્યએ નર્મદા જિલ્લાનું પરિણામ વધે અને શિક્ષણમાં જિલ્લો અગ્રેસર થાય તે માટે પોતાના વિશાળ અનુભવો દ્વારા ઉપસ્થિત આચાર્ય ને શિક્ષણ સુધારણા માટે ખૂબ જ મહેનત કરવા માટેની વાત કરી હતી. ધારાસભ્ય પી ડી વસાવા જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે ગુરુ વિના કોઈ વિકલ્પ નથી એવું કહયું હતુ.  દારાસીંગએ વેકેશન દરમિયાન શિક્ષણના જુદા જુદા કાર્યો કરી શકાય તે અંગે વિસ્તૃત સમજ પૂરી પાડી હતી. આચાર્ય સંઘના પ્રમુખ નિલેશકુમાર વસાવા સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શિક્ષણના વિવિધ પડતર પ્રશ્નો માટે સંકલન કરી ઉકેલ લાવવા નુ આહ્વાન કર્યું હતું.  અંતમાં આભારવિધિ દિનેશભાઇ પટેલે  કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અનિલકુમાર વસાવા એ કર્યું હતું.

(11:02 pm IST)