Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ગાંધીનગર :જૂની પેંશન યોજના લાગુ કરવાની માગ સાથે સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકોએ ધરણા કર્યા

જૂની પેંશન યોજના અને પડતર પ્રશ્નોના મુદ્દે ધરણાં :4200 ગ્રેડ પે આપવાની શિક્ષકોની માગ:. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, અમદાવાદ મનપાના શિક્ષકો ધરણામાં જોડાયા

ગાંધીનગર : રાજયમાં જૂની પેંશન યોજના લાગુ કરવાની માગ સાથે શિક્ષકોએ આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે 50 હજાર શિક્ષકો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કર્યા હતા. શિક્ષકો દ્વારા જૂની પેંશન યોજના અને પડતર પ્રશ્નોના મુદ્દે ધરણાં યોજવામાં આવ્યા હતા. તેમજ 4200 ગ્રેડ પે આપવાની શિક્ષકોની માગ છે. જેમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, અમદાવાદ મનપાના શિક્ષકો ધરણામાં હાજર રહ્યા હતા. સાથે જ જો સરકાર તેમની માગ નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.

આ  પૂર્વે  ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજના અમલ કરવાના 1 એપ્રિલના આહવાનને લઈ સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શિક્ષક સંઘના તાલુકાના તમામ શિક્ષકોએ પ્રતિસાદ આપ્યો હતો અને તમામ શિક્ષકોએ વહેલી સવારથી જ કાળી પટ્ટી ધારણ કરીને સોશિયલ મીડિયામાં ફોટા અને વિડીયો પણ પ્રસારિત કરીને પોતાની માગણી રજૂ કરી હતી. ત્યારે હવે ફરી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ કરવામાં આવી છે.શિક્ષકો દ્વારા સરકારને વર્ષ 2005 થી NPS ની જગ્યાએ OPS જૂની પેન્શન યોજના વહેલી તકે લાગુ કરીને શિક્ષક સમાજના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી અગાઉ પણ માગણી કરવામાં આવી હતી. કોઇ નિર્ણય ન લેવાતા હવે શિક્ષકો લડી લેવાના મૂડમાં છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, સંરક્ષણ ક્ષેત્ર સિવાયના તમામ કેન્દ્રીય કર્મચારીને એનપીએસ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. રાજ્યોને પણ સ્વૈચ્છિક રીતે એનપીએસ અમલી કરવાની સૂચના આપવામાં આવી છે. પશ્ચિમ બંગાળને બાદ કરતાં તમામ રાજ્યોએ એનપીએસ લાગુ કર્યો છે.

(10:02 pm IST)