Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

હવે અમદાવાદની AMTS બસ હવે કડીના થોળ સુધી દોડશે

લાલ દરવાજાથી મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોળ સુધી દોડશે :લાલ દરવાજા દિવસમાં AMTS બસના દરરોજ પાંચ ફેરા થોળ સુધી થશે

અમદાવાદ:શહેરીજનો માટે AMTS બસની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. હવે AMTS બસ લાલ દરવાજાથી મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોળ સુધી દોડશે. લાલ દરવાજા દિવસમાં AMTS બસના દરરોજ પાંચ ફેરા થોળ સુધી થશે. આ સુવિધાનું ઉદ્ઘાટન મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ  પટેલ અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ  પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે 6 મેં ના રોજ શુક્રવારે થોળ ગ્રામ  પંચાયત ભવનથી થશે. આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, કડીના ધારાસભ્ય કરશન સોલંકી, AUDAના પૂર્વ ચેરમેન ધર્મેન્દ્ર શાહ અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર લોચન સહેરા ઉપસ્થિત રહેશે. 

આ બસ લાલ દરવાજાથી નહેરુબ્રિજ, નટરાજ સિનેમા, નવરંગપુરા, કોમર્સ કોલેજ, ગુરુકુળ, હેબતપુર ક્રોસ રોડ, થલતેજ ગામ, શીલજ ગામ, રાંચરડા ગામ, ડાભલા ચોંકડી, અઢાણા ગામ, સધીમાતાનું મંદિર, ચંદનપુરા ચોકડી થઇ થોળ ગામના સરદાર ચોક પહોંચશે. 

 

(9:15 pm IST)