Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ધાનેરાના ગોલા ગામે કુવામાંથી બે મહિલાઓના મૃતદેહ મળતા ચકચાર : હત્યા કે આત્મહત્યા ?

મૂળ રાજસ્થાનના વતની બે મહિલાઓ મૃતદેહ કુવામાંથી મળ્યા

 બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ગોલા ગામે કુવામાંથી બે મહિલાઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૂળ રાજસ્થાનના વતની એવી બે મહિલાઓ મૃતદેહ કુવામાંથી મળતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ લોકોના ટોળટોળાં ઉમટી પડ્યાં હતા અને પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિકોની મદદથી આ બંને મહિલાઓના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યાં છે. કુવામાંથી મળેલા બે-બે મહિલાઓના મૃતદેહ અંગે ઘણા સવાલો ઉભા થયા છે. આ મહિલાઓએ કુવામાં કૂદી આત્મહત્યા કરી છે કે કોઈએ કુવામાં ધક્કો મારી તેમની હત્યા કરી છે એ બાબતે પોલીસે તાપસ હાથ ધરી છે. 

   
(9:09 pm IST)