Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ઇતિહાસમાં પહેલી વાર ઘટના, વિપક્ષ નેતા સુખરામ રાઠવાના ઘરે પહોંચ્યા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીએ સુખરામ રાઠવાના દિવંગત પિતાના બેસણામાં હાજરી આપી પરિવારજનોને સાંત્વના આપી :સુખરામ રાઠવાએ કહ્યું કે 18 મુખ્યપ્રધાનોમાંથી મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ પહેલા એવા મુખ્યપ્રધાન છે જે વિપક્ષ નેતાના ઘરે આવ્યાં હોય.

Alternative text - include a link to the PDF!

અમદાવાદ :મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ  પટેલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. આજે  મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે છોટાઉદેપુર ખાતેથી પાણી પુરવઠા વિભાગ તેમજ અન્ય વિભાગોના વિવિધ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા. મુખ્યપ્રધાન છોટા ઉદેપુરમાં હતા એ દરમિયાન  મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ  પટેલે અચાનક જ વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાના ઘરે પહોંચી સૌને ચોંકાવી દીધા. 

મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ  પટેલ છોટા ઉદેપુરના કવાંટ તાલુકાના જામલી ગામે  વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાના ઘરે પહોચ્યાં હતા અને સુખરામ રાઠવાના દિવંગત પિતાના બેસણામાં હાજરી આપી પરિવારજનોને સાંત્વના આપી હતી. મુખ્યપ્રધાનની આ મુલાકાતને કોંગ્રેસ ધારાસભ્ય સુખરામ રાઠવા અને કોંગ્રેસ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ બિરદાવી હતી. 

આ પ્રસંગે સુખરામ રાઠવાએ કહ્યું કે 18 મુખ્યપ્રધાનોમાંથી મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ  પટેલ પહેલા એવા મુખ્યપ્રધાન છે જે વિપક્ષ નેતાના ઘરે આવ્યાં હોય. સુખરામ રાઠવાએ કહ્યું કે પિતાના બેસણામાં હાજર રહી મુખ્યપ્રધાને પરિવારજનોને સાંત્વના આપી એનો આનંદ થયો છે.

વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાના પિતા હરીયાભાઈ નમલાભાઈ રાઠવાનું તા.1-5-2022 ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયું હતું. તેમનું બેસણું આજે તેમના વતન જામલીમાં રાખવામાં આવ્યું હતું, જયારે આવતીકાલે 6 મેં ના રોજ ગાંધીનગરમાં નેતા વિપક્ષના નિવાસસ્થાન બંગલા નંબર 7, મંત્રીઓના બંગલાના વિસ્તારમાં રાખવામાં આવ્યું છે.

(9:05 pm IST)