Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ગુજરાતના ઇતિહાસની પ્રથમ ઘટના:એક સાથે 600 લોકોએ હાઇકોર્ટ સમક્ષ ઈચ્છામૃત્યુની માંગણી કરતા ખળભળાટ

પ્રાથમિક સુવિધાના અભાવે આર્થિક સ્થિતિ કથળતા 100 પરિવારના 600 લોકોની ઈચ્છામૃત્યુની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી : પોરબંદર ગોસાબારા મુસ્લિમ માછીમાર સમાજના પ્રમુખે હાઇકોર્ટમાં અરજી કરી

અમદાવાદ :  ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એક સાથે 600 લોકોએ ઈચ્છામૃત્યુની માંગણી કરતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાતના ઇતિહાસની આ પ્રથમ ઘટના છે. પોરબંદર ગોસાબારા મુસ્લિમ  માછીમાર સમાજના પ્રમુખે હાઇકોર્ટમાં અરજી કરી અને કહ્યું કે પ્રાથમિક સુવિધા મળવી જોઇએ તે નથી મળતી.પ્રાથમિક  સુવિધાના અભાવે આર્થિક સ્થિતિ કથળતા 100 પરિવારના 600 લોકોએ ઈચ્છામૃત્યુની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરી છે. ખાસ સમુદાયના લોકોને સરકાર રાજકિય કિન્નાખોરી રાખી સુવિધા ન આપતી  હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  સ્થાનિક કક્ષાએ અને રાજ્યપાલ સુધી અનેક રજૂઆત કર્યા બાદ નિરાકરણ ન આવતા ઇચ્છામૃત્યુની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આગામી દિવસોમાં હાઇકોર્ટમાં આ અરજી પણ સુનાવણી હાથ ધરવામાં આવશે. 

(8:55 pm IST)