Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

બાંધકામ શ્રમિકો ને કૌશલ્ય વર્ધન તાલીમ આપવા બાબતે MOU નો કાર્યક્રમ

ધોરણ ૧૦ પાસ અથવા નાપાસ તાલીમના પ્રકાર- કડીયાકામ, સળીયાકામ, સુથારી કામ, વેલ્ડર વગેરે તાલીમાર્થીઓને રહેવા જમવાની સગવડ

 ગાંધીનગર :ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની રચના બાંધકામ શ્રમિકો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાના અમલ માટે કરવામાં આવેલ છે. મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગીઓ( રોજગારી અને નોકરીની શરતો) અધિનિયમ-૧૯૯૬ની કલમ-૨૨(C) ની જોગવાઈ મુજબ બાંધકામ શ્રમિકોને શરતોનુસાર કૌશલ્યમાં વૃધ્ધિ થાય જે અંગેની તાલીમ સહાય પૂરી પાડવાની જોગવાઈ કરવામાં આવેલ છે. બાંધકામ શ્રમિકો પોતાના વ્યવસાય અનુસાર મકાનોનું બાંધકામ કરતા હોય છે, મોટા ભાગના શ્રમિકો આર્થિક સગવડતાના અભાવે અથવા જાગૃતતાના અભાવે કોઈ પ્રકારની કૌશલ્યને લગતી તાલીમ મેળવી શકતા નથી, તથા શ્રમિકોના બાળકો પણ આર્થિક સંકળામણ નાં કારણે અભ્યાસ અધવચ્ચે છોડીને રોજગારી તરફ લાગી જાય છે. તેથી પોતાના અભ્યાસ ક્ષેત્રની કારર્કીદીમાં પાછળ રહી જતા હોય છે. અને બેરોજગાર બની જતા હોય છે. જેથી આવા બાળકોને તેમજ શ્રમિકોને પ્રોસ્તાહન મળે તથા શ્રમિકો અથવા તેઓના બાળકો પોતાના વ્યવસાય અનુસાર કૌશલ્યમાં વૃદ્ધી થાય અને કુશળ કારીગર બનીને તેઓ સામાજિક આર્થિક રીતે પગભર કરી શકાય જે અન્વયે બાંધકામ શ્રમિકોને કૌશલ્ય વર્ધન તાલીમ આપવાનો હેતુ છે. જે અન્વયે લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ(ા.&T) હેઠળ બાંધકામ કૌશલ્ય તાલીમ સંસ્થા (CSTT) ૨૦૦૫ થી કાર્યરત છે. સદર સંસ્થા દ્વારા બાંધકામ ક્ષેત્રે બેરોજગાર ઉમેદવારોને તાલીમ અને રોજગારીની તક મળે તે આ સંસ્થાનો ઉદ્દેશ છે. સદરહુ સંસ્થા દ્વારા ૧ માસ, બે માસ, અને ત્રણ માસ એમ ત્રણ પ્રકારે કૌશલ્ય વર્ધન તાલીમ આપવામાં આવે છે. જેની વિગત નીચે મુજબ છે. તાલીમાર્થીઓની વય મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષ સુધીની હોવી જોઈએ, તાલીમ માટેની લાયકાત ધોરણ ૧૦ પાસ અથવા નાપાસ તાલીમના પ્રકાર- કડીયાકામ, સળીયાકામ, સુથારી કામ, વેલ્ડર વગેરે તાલીમાર્થીઓને સગવડ- રહેવાની અને જમવાની સામન્ય રીતે એવું જોવા મળે છે. કે, આર્થિક સંકળામણને લીધે તાલીમાર્થીઓ તાલીમ અધવચ્ચે છોડીને રોજગારી તરફ લાગી જાય છે. જેથી તેઓ કુશળ કારીગર બની શકતા નથી જેના અભાવે આર્થિક સંકળામણનો સામનો કરવો પડે છે, જે ધ્યાને લઇ લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ(L&T) હેઠળ બાંધકામ કૌશલ્ય તાલીમ સંસ્થાને (CSTI) સાથે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અમદાવાદ તેમજ નિયામક રોજગારની કચેરી ગાંધીનગર દ્વારા દ્વારા MOU કરીને અંદાજીત કુલ 900 નોંધાયેલા બાંધકામ શ્રમિકો તથા તેઓના બાળકોને તાલીમ આપવાનો હેતુ છે, જેથી તાલીમાર્થીઓ પોતાના વ્યવસાય અનુસાર કૌશલ્યમાં વૃદ્ધી કરીને કુશળ કારીગર બની સામાજિક આર્થિક રીતે પગભર કરી શકાય

 

(7:14 pm IST)