Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

અમદાવાદ:ન્યુ ક્લોથ માર્કેટના કાપડના વેપારીને 51લાખનો ચૂનો લગાવનાર માતા-પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

અમદાવાદ: માતા-પુત્રએ ન્યુ કલોથ માર્કેટના કાપડના વેપારીને રૂ.51 લાખનો ચૂનો લગાવ્યો હતો. કાપડ ખરીદી પેટે ચુકવવાની થતી લાખો રૂપિયાની રકમ ના ચૂકવનાર માતા-પુત્ર વિરૂધ્ધ કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઘોડાસરમાં અનન્ય બગલોમાં રેહતાં અને હિન્દુસ્તાન કોટન મિલ્સના નામે ન્યુ કલોથ માર્કેટમાં કાપડનો વેપાર કરતાં પ્રેમરાજ પુરોહિતે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં 51 લાખની ઠગાઈની ફરિયાદ કરી છે. જે મુસ્કાન ક્રીએશનનમાં માલિક બંટી રમેશ પ્રીતમણી અને દિવ્યા ક્રિએશનની માલિક સુમિતાબહેન બન્નેને દલાલ હર્ષદભાઈ મારફતે રૂ.51,06,125નો કુલ માલ આપ્યો હતો. બન્ને આરોપી બંટી અને સુમિતાબહેન માતા પુત્ર થાય છે. પુત્રએ 21 લાખ અને માતાએ 29 લાખનું કાપડ ખરીદી ફરિયાદીને પૈસા ચૂકવ્યા ન હતા.

(5:50 pm IST)