Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

અમદાવાદમાં ગોલ્ડમાં ઈન્વેસ્ટ કરાવી આપવાની લાલચ આપી 2.60લાખની ઓનલાઇન ઠગાઈ આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: ડોટગોલ્ડ એપમાં વોલેટમાં રૂ.2.60 લાખ ભરાવી ગોલ્ડ ટ્રેડિંગમાં ઉંચા નફાની લાલચ આપી ઓનલાઇન ઠગાઈની ઘટના બની છે. ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટલોડિયાના કે.કે.નગર રોડ પર રહેતા વિશાલ દરજી વાડીલાલ ઇન્ડસ્ટ્રીમાં ફરજ બજાવે છે. જાન્યુઆરી 2022માં વિશાલ દરજી પર હેરા નામની યુવતીનો વોટ્સએપ કોલ આવ્યો હતો. યુવતીએ તમે અમારી કંપનીમાં ગોલ્ડમાં રોકાણ કરશો તો અમારી કંપની ટ્રેડિંગ કરશે. જે નફો થશે તેના 60 ટકા તમને મળશે. વિશાલ પાસે યુવતીએ ડોટગોલ્ડ એપ ગૂગલ પ્લેથી ડાઉનલોડ કરાવી અને મેમ્બરશીપ લેવડાવી હતી.વિશાલે રૂ.2.60 લાખની રકમ વોલેટમાં ટ્રાન્સફર કરી હતી. યુવતીએ ત્રણ મહીના પછી તમે તમારી રકમ પરત લઈ શકશો. અમારી કંપની હવે તમારા રોકાણ પરટ્રેડિંગ શરૂ કરશે. ત્રણ મહિના પછી વિશાલે પૈસા લેવાનો પ્રયાસ કર્યો પણ ટ્રાન્સફર થતા ન હતા.જે નંબરથી કોલ આવ્યો તે યુવતી તરફથી જવાબ મળતો ન હતો. દરમિયાન માં ડોટગોલ્ડ એપ પણ બંધ થઈ ગઈ હતી.

(5:49 pm IST)