Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ગાંધીનગરમાં સે-21માં સરકારી મકાનમાં આઇપીએલ પર સટ્ટો રમતા બે શખ્સોને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ગાંધીનગર :  ગાંધીનગરમાં હવે આઇપીએલ ઉપર ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિ વધી છે ત્યારે સેક્ટર-૨૧ પોલીસે સેક્ટર-૨૧ના સરકારી મકાનમાં કરોડો પાડીને ઓલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સોને ઝડપી પાડયા હતા જેની પાસેથી બે મોબાઇલ અને સટ્ટો લખવા માટેની બે ડાયરી કબજે કરવામાં આવી હતી.

હાલમાં યુવાનો રાતોરાત લાખોપતિ થવાની લાયમાં સટ્ટાની પ્રવૃત્તિ તરફ વળ્યા છે ત્યારે ગાંધીનગરમાં પણ હાલ આઇપીએલ ઉપર સટ્ટો ફુલ્યો ફાલ્યો છે ગાંધીનગરમાં સેક્ટર-૨૧માં આવેલી જ ટાઇપ વસાહતના મકાન નં.૬૧-૨માં સિધ્ધાર્થ બકુલેશભાઇ શુક્લ આઇપીએલ ઉપર ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતો હોવાની બાતમી સેક્ટર-૨૧ પોલીસને મળી હતી જેના પગલે પોલીસ ટીમે દરોડો પાડતા અહીં સિધ્ધાર્થ શુક્લ ઉપરાંત વિરેન્દ્રસિંહ ઉત્તમસિંહ ઝાલા રહે.નિલકંઠવિલા બી ૧૦૪, વાવોલ પણ પકડાયો હતો.  પોલીસે આ બન્ને શખ્સો પાસેથી બે મોબાઇલ ફોન અને સટ્ટો લખવા માટેની ડાયરી પણ કબજે કરી હતી. લખેલો સટ્ટો ઉંઝા ખાતે રહેતા પવન પટેલને કપાવતા હોવાનું પણ બહાર આવ્યું હતું હાલ તો પોલીસે ૧૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને કોને કોને સટ્ટો રમાડતા હતા તે જાણવા માટે મથામણ શરૃ કરી છે.ઝડપાયેલો સિધ્ધાર્થ શુક્લ અગાઉ કોઇ મંત્રીના કાર્યલયમાં ફરજ બજાવતો હોવાનું પણ બહાર આવ્યું હતું.   

(5:36 pm IST)