Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ગાંધીનગરમાં સે-27માં ભાડાના મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી 19 બોટલ જપ્ત કરી

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર-૨૭માં ડીએસપી કચેરી નજીક જ એક શખ્સ ભાડાના મકાનમાં વિદેશી દારૃનો વેપલો કરતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને તેને ઝડપી લીધો હતો અને વિદેશી દારૃની ૧૯ બોટલ પણ જપ્ત કરવામાં આવી હતી. આ મામલે પોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

રાજ્યમાં દારૃબંધી હોવા છતા પરપ્રાંતમાંથી મોટાપ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે ગાંધીનગર શહેરમાં પણ દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે સેક્ટર-૨૭માં આવેલી ડીએસપી કચેરીની પાસે જ આનંદનગરના મકાન નંબર-૮૮માંથી વિદેશી દારૃનું વેચાણ થતું હોવાનું સેક્ટર-૨૧ પોલીસને મળી હતી જેના પગલે પોલીસ દરોડો પાડીને અહીં જગદીશસિંહ ભુપતસિંહ બારડ રહે.મુળ ગલથરા તા.માણસાને ઝડપી લીધી હતો. મકાનમાંથી વિદેશી દારૃની ૧૯ બોટલ કબજે કરવામાં આવી હતી. આ દારૃનો જથ્થો ક્યાંથી લવાયો હતો અને કોને કોને આપવાનો હતો તે જાણવા મથામણ શરૃ કરી છે. પોલીસે સાડા છ હજારનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:35 pm IST)