Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

મુદરડામાં રહેતા પરિવાર પર નજીવી બાબતે ઉશ્કેરાયેલ શખ્સોએ ઘરમાં ઘુસી હુમલો કરતા બે ભીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મહેસાણા:તાલુકાના મુદરડા ગામમાં મંદિરમાં સ્પીકર વગાડવાના મામલે ઉશ્કેરાઈ ગયેલા કેટલાક શખસોએ ઘરમાં ઘુસી જઈને પરિવાર ઉપર હુમલો કર્યો હતો. લાકડી અને ધોકા વડે આડેધડ ફટકારતાં બે ભાઈઓને ગંભીર ઈજા થઈ હતી.ઈજાગ્રસ્તનોને સારવાર માટે અમદાવાદ સિવીલમાં ખસેડાયા હતા. જયાં તબીબે ૪૨ વર્ષિય યુવાનને મૃત જાહેર કર્યો હતો.આ અંગે લાંઘણજ પોલીસે ૬ શખસો સામે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આરંભી હતી.

મુદરડામાં આવેલા ટેબાવાળા ઠાકોરવાસમાં રહેતા એક નિવૃત શિક્ષકના પરિવારના મકાનના કંપાઉન્ડમાં મેલડી માતાના નાના મંદિરે સાંજના સુમારે દિવો કરીને સ્પીકર વાગતું હતું. તે વખતે મહોલ્લામાં રહેતા સદાજી રવાજી ઠાકોરે આવીને સ્પીકર વગાડવાના મુદ્દે તકરાર કરી હતી.જોતજોતામાં મામલો બીચકતાં ૬ જેટલા શખસો એકસંપ થઈને ગેરકાયદેસર મંડળી રચીને આવ્યા હતા અને ઉશ્કેરાટમાં ઘરના વરંડા પાસે ઉભેલા જસવંત વિરસંગજી ઠાકોર (૪૨ વર્ષ)ને ધોકા અને લાકડીઓથી આડેધડ ફટકારવા લાગ્યા હતા.

(5:32 pm IST)