Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

છત્તીસગઢના રાયપુરના સિલતરા પંથકમાં જેસીબીનું ટાયર ધડાકાભેર ફાટતા 2 કર્મચારીઓના હવામાં ઉછળીને નીચે પડતા મોતઃ મૃતદેહના ફૂરચે-ફૂરચા થઇ ગયા

ટાયરમાં હવા ભરતી વખતે દુર્ઘટના સર્જાઇઃ સીસીટીવી ફુટેજના આધારે તપાસ

રાયપુરઃ રાયપુર પંથકના સિલતરામાં જેસીબીના ટાયરમાં હવા ભરતા બ્‍લાસ્‍ટ થતા બે યુવકોના ઘટના સ્‍થળે મોત થયા હતા. અન્‍ય લોકો ભાગીને પોતાનો જીવ બચાવ્‍યો હતો. મરનાર યુવકો હવામાં ઉછળ્‍યાની સાથે શરીરના ટુકડા આસપાસ વેરાઇ ગયા હતા. પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી ઘટનાની તપાસ હાથ ધરી છે.

છત્તીસગઢના રાયપુરના સિલતરામાં એક વિચિત્ર અને દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટના જેસીબીના ટાયરમાં હવા ભરતી વખતે સર્જાઇ હતી. અહીં જેસીબીમાં હવા ભરતી વખતે બ્લાસ્ટ થયો હતો. જેમાં બે કર્મચારીઓના મોત નિપજ્યા હતા. મૃતક કર્મચારીના નામ રાજપાલ અને પ્રાંજન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અકસ્માતમાં મોતને ભેટેલા બંને લોકો મધ્ય પ્રદેશના સતનાના રહેવાસી હતા. અકસ્માતની તપાસ સિલતરા ચોકી પોલીસ કરી રહી છે.

ટાયર ટકરાતા બંનેના માથા ફાટી ગયા હતા. વધુ સમય સુધી લોહી વહી જતાં બંનેના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. આસપાસ બીજા અન્ય કર્મચારી હાજર હતા. બ્લાસ્ટના લીધે ભાગીને તેમણે પોતાનો જીવ બચાવ્યો હતો. રાજપાલ અને પ્રાંજલને બચવાની તક મળી ન હતી. આ ઘટનાનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

સિલતરા ચોકી પોલીસે જાણકારી આપી હતી આ ઘટનામાં મોતને ભેટેલા બંને કર્મચારી મધ્યપ્રદેશના સતનાના રહેવાસી છે. હવે તેમના પરિજનોને આ ઘટનાની જાણકારી આપવામાં આવી રહી છે હાલ બંનેની લાશોના પોસ્ટમોર્ટ માટે મોકલવામાં આવી છે. સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી ઘટનાનું કારણ જાણી શકાય.

કેમેરામાં કેદ થઇ ઘટના

આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે ટાયર પાસે હાજર બંને કર્મચારીઓ હવામાં ઉછળ્યા હતા. સાથે જ શરીરના ટુકડા આસપાસ વેરાઇ ગયા હતા. તો બીજી તરફ જેસીબીનું ટાયર ઉછળીને દૂર જઇને પડ્યું હતું. આ મામલાને લઇને સિલતરા ચોકી પ્રભારી રાજેશ જાનપાલે જણાવ્યું હતું કે સિલતરા ક્ષેત્રમં ધનકુન સ્ટીલ્સ પ્રાઇવેટ લિમિટેડના ગેરેજમાં રાજપાલ સિંહ (32) પિતા રામદીન સિંહ અને પ્રાંજન નામદેવ (32) પિતા રજભાન નામદેવ, નિવાસ ગ્રામ ખમ્હરિયા, થાના ક્ટર , જિલ્લો સતના (મધ્ય પ્રદેશ)માં કામ કરે છે. બંને બપોરે 3:30 વાગે જેસીબીના ટાયરમાં હવા ભરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જોરદાર બ્લાસ્ટ સાથે ટાયર ફાટ્યું હતું. આ અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે મોત થયું હતું તો બીજાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

(5:03 pm IST)