Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ગુજરાતના બોર્ડર વડા રાતોરાત ગુજરાત પોલીસ સ્‍ટાફમાં આદરપાત્ર બની ગયા તેનું રસપ્રદ કારણ જાણો

આઈજી. જે.આર. મોથલિયા દ્વારા ફરજ પર જીવ ગુમાવનારા પોલીસ સ્‍ટાફના પરીવારને મદદ સાથે પોલીસ કાફેનું લોકાપર્ણ, અનાવરણ વિધિ કરાવી

રાજકોટઃ રાજયના બોર્ડર વડા જે.આર. મોથલિયા દ્વારા તાજેતરમાં એક એવું પગલું ભરવામાં આવ્‍યું જેને કારણે માત્ર કચ્‍છ, ભુજ જ નહિ સમગ્ર ગુજરાતના પોલીસ તંત્રના પાયાના પથ્‍થર જેવા પોલીસ સ્‍ટાફ આઈજી લેવલના આ સિનિયર અધિકારી પર આફ્રિન પોકારી ઊઠયા છે.

ભુજ ખાતે કચ્‍છ પોલીસના પ્રથમ કાફેનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે, જેનું ઉદ્‌ઘાટન પણ એસપી સૌરભ અને જોઈન્‍ટ ઈન્‍ટોગેશન સેન્‍ટર અધિકારી એ.પી.ચૌહાણ સહિત આગેવાનોની ઉપસ્‍થિતિમાં કરવામાં આવેલ. અહીં સુધી તો બધું રૂટિન છે, પણ અહીંથી જ અસામાન્‍ય બાબતનો પ્રારંભ થાય છે.

અનાવરણ સદગત પોલીસકર્મી પ્રવિણભાઈ ફુલિયાના પરિવારજનોના હસ્‍તે કરાયું હતું. કચ્‍છ પヘમિ, કચ્‍છ પૂર્વ અને બનાસકાંઠા એમ ત્રણ જિલ્લાના  પોલીસકર્મીઓએ એકત્ર કરેલા આઠ લાખ અને બોર્ડર રેન્‍જ આઈજી અને સાયબરક્રાઈમ પોલીસ મથકના સ્‍ટાફના ૫૨,૦૦૦ મળી ૮.૫૦ લાખનો ચેક સદ્દગત ફુલિયાના પરિવાજનોને આપવામાં આવ્‍યો હતો. આભાર વ્‍યકત કરતાં ફુલિયા પરિવારની પુત્રીઓ કોઈપણ પોલીસકર્મીને ફરજમાં જોઉં છું તો મને મારા પિતા દેખાય છે. એમ કહી લાગણીભર્યો માહોલ સર્જી દીધો હતો. કાર્યક્રમનું સંચાલન હિતેશ ઝાલાએ કર્યુ હતું.

આઈ.જે.આર. મોથલિયા દ્વારા કાફેનું અનાવરણ અને લોકાપર્ણ સદ્દગત પોલીસ કર્મચારીના પરિવાર હસ્‍તે કરાવી અનોખી મિશાલ સ્‍થાપિત કરી, જે બાબતે તેમના પર રાજયભરમાંથી અભિનંદન વર્ષા થઈ રહી છે.

(3:27 pm IST)