Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ગુજરાત ATSને મોટી સફળતાઃ સૌરાષ્‍ટ્રમાં ચાલી રહેલ હથિયારોની તસ્‍કરીનો પર્દાફાશઃ૧પ આરોપીઓની ધરપકડ

૩૯ હથિયારો કબ્‍જેઃ પકડાયેલા મોટાભાગના સૌરાષ્‍ટ્રનાઃ રાજય બહારથી હથિયારો લાવતા હતા

રાજકોટ તા. પ :.. ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છેે. ગુજરાત એટીએસએ સૌરાષ્‍ટ્રમાં ચાલી રહેલી હથિયારોની તસ્‍કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત એટીએસએ ગેરકાયદેસર હથિયારના વેચાણને લઇને મોટું ઓપરેશન પાર પાડી ૧પ જેટલા આરોપીઓને ઝડપી પાડયા છે. આ તમામ આરોપીઓની ધરપકડ કરીને પુછપરછ કરતા ચોંકાવનારા  ખુલાસાઓ સામે આવ્‍યા છે. જેમાં એટીએસએ આરોપીઓ પાસેથી ૩૯ જેટલા હથિયારો કબ્‍જે કર્યા  છે.

મોટાભાગના આરોપીઓ સૌરાષ્‍ટ્રના હોવાનું સામે આવ્‍યું છે. ૩૦ થી વધુ હથિયારોને ગુજરાત એટીએસએ જપ્ત કર્યા અને તપાસ શરૂ કરી છે, ઉલ્લેખનીય છે કે બહારના રાજયોમાંથી ગેરકાયદેસર હથિયારો લાવી સૌરાષ્‍ટ્રમાં આપવામાં આવતા હતાં. આ હથિયારો નકસલાઇટ વિસ્‍તારમાંથી ગુજરાત આવ્‍યા છે કે કેમ તે અંગે એટીએસે તપાસ શરૂ કરી છે.

(3:25 pm IST)