Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

જીજ્ઞેશ મેવાણી અને રેશમા પટેલને ૩ મહિનાની સજા

૨૦૧૭માં આઝાદી કૂચની રેલી સંદર્ભે સરકાર દ્વારા મહેસાણા એ ડિવીઝનમાં દાખલ કરેલ ફરીયાદમાં મહેસાણા કોર્ટે ધારાસભ્‍ય જીજ્ઞેશ મેવાણી અને એનસીપીના નેતા રેશમા પટેલ સહિત તમામ ૧૨ આરોપીઓને કોર્ટ દ્વારા ૩ મહિનાની જેલ અને ૧ હજાર રૂા.નો દંડ ફટકારવામાં આવ્‍યો છે. આ મામલે એનસીપીના નેતા રેશમા પટેલે કહ્યુ હતુ કે અમે કોર્ટના હુકમનું સન્‍માન કરીએ છીએ પરંતુ ભાજપના રાજમાં જનતા માટે ન્‍યાય માંગવો પણ ગુનો છે. ભાજપ કાયદાનો ખોટો ડર બતાવી અમારો અવાજ દબાવી નહિં શકે.

 

(3:04 pm IST)