Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાલે છોટા ઉદેપુરની મુલાકાતે :આદિવાસી વિસ્તારમાં લોકાર્પણ કાર્યક્રમોને બહાલી આપશે

સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કાર્યક્રમનો વિરોધ કરવા માટે સમસ્ત રાઠવા સમાજને અપીલ કરા

અમદાવાદ : આવતી કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો છોટાઉદેપુર ખાતેના કાર્યક્રમ છે. આ કાર્યક્રમનો વિરોધ થવાના એંધાણ વર્તાઈ રહયા છે. રાઠવા જાતિના દાખલાનો પ્રશ્ન હલ ન થતા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કાર્યક્રમનો વિરોધ કરવા માટે સમસ્ત રાઠવા સમાજને અપીલ પણ કરવામાં આવી છે. 

મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ  પટેલ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે છે અને છોટાઉદેપુર ખાતે એસ.એન.કોલેજના મેદાનમાં મુખ્ય પ્રધાન એક વિશાળ જનસભાને સંબોધશે સાથે છોટાઉદેપુર જિલ્લાના લોકો માટે પાણી પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓ તેમજ અન્ય વિકાસના રૂપિયા 131 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઇ લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરવાના છે ત્યારે મુખ્ય પ્રધાનના આ કાર્યક્રમનો વિરોધ કરવાનો સૂર ઉઠ્યો છે.

   
 
   
(9:51 am IST)