Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

કેમિકલના વેપારીઓ સાથે ઠગાઈ કરતી નાઈઝિરિયન ગેંગનો પર્દાફાશ:અમદાવાદ સાયબર ક્રાઇમે બે આરોપીની ધરપકડ કરી

રૂપિયા સાડા ચાર કરોડની ઠગાઈ કરનાર નાઇઝીરીયન સહિત મુંબઇના રાકેશ કશ્યપ નામના બે શખ્સોની ધરપકડ

અમદાવાદ : ગુજરાત અને દેશભરમાં વેપારીઓ સાથે છેતરપિંડી કરતી નાઇઝીરિયન ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. આ ગેંગે કરોડો રૂપિયાની ઠગાઇ આચરી હતી. આ ગેંગ દેશના કેમિકલ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને ટાર્ગેટ કરતી હતી. આ કેસમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે 02 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે વધુ એક વખત છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલી નાઇઝીરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે. રૂપિયા સાડા ચાર કરોડની ઠગાઈ કરનાર નાઇઝીરીયન સહિત મુંબઇના રાકેશ કશ્યપ નામના બે શખ્સોની ધરપકડ કરાઇ છે.

આ ગેંગ દેશના કેમિકલ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને ટાર્ગેટ કરતા સંપર્ક કરીને પોલેન્ડમાં કેમિકલ મોકલવાનું છે તેમ કહીને કમિશનની લાલચ આપીને વેપારીઓને પોતાની જાળમાં ફસાવતા આમ આ ગેંગે કેમિકલ વેપારીઓને ટાર્ગેટ કરીને કુલ 4.50 કરોડની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યા બાદ આ બંને શખ્સોને ઝડપી પડયા છે હવે આ શખ્સો સાથે અન્ય કોઇ સંડોવાયેલા છે કે નહીં અને આ શખ્સોએ આવી રીતે કેટલા લોકોને ટાર્ગેટ કર્યા છે તે સહિતની તપાસ હાલમાં હાથ ધરવામાં આવી છે.

(9:52 am IST)