Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

દેડીયાપાડાની માચ ચોકડી નજીક બોલેરોએ બાઈકને અડફ્ટમાં લેતા યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાની માચ ચોકડી નજીક એક બોલેરો ગાડી એ મોટરસાઇકલ ચાલકને અડફ્ટમા લેતા ઘટના સ્થળે તેનું મોત થયું હતું
મળતી માહિતી મુજબ સુનીલભાઇ બાવાભાઇ વસાવે રહે.ખડકુના નવીનગરી તા.અક્ક્લકુવા જિ.નંદુરબાર (મહારાષ્ટ્ર)ની ફરિયાદ અનુસાર કણબીપીઠા ગામની સીમમાં માચ ચોકડી તરફ જતા મોટા માચના જંગલમાં આવેલ વળાંક પાસે બોલેરો જીપ ગાડી નં.MP-09-CR-5392 ના ચાલકે પોતાના કબજામાંનું વાહન પૂરઝડપે હંકારી લાવી મહેશભાઇ ઉર્ફે ઉકડીયાભાઇ બાવાભાઇ વસાવેની યામાહા એફ્ઝેડએસ મો.સા.નં. GJ-05-NB-8757ને ટક્કર મારી એક્સીડન્ટ કરી મહેશભાઇ વસાવે( ઉ.વ.૩૫)( રહે.ખડકુના નવીનગરી તા.અક્ક્લકુવા જિ.નંદુરબાર (મહારાષ્ટ્ર)ને ગંભીર ઇજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નીપજાવી ગુનો કરતા પોલીસે બોલેરો ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.

   
(10:30 pm IST)