Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

રાજ્યના 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યું :અમદાવાદમાં સૌથી વધુ 42.4 ડિગ્રી તાપમાન

અમરેલીમાં 41 ડિગ્રી, વડોદરામાં 40.2 ડિગ્રી , ગાંધીનગર અને જૂનાગઢમાં 42 ડિગ્રી,કંડલામાં 40.5 ડિગ્રી , રાજકોટમાં 42.3 ડિગ્રી તાપમાન

અમદાવાદ :રાજ્યમાં ગરમીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. જેમાં રાજ્યના 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમરેલીમાં 41, વડોદરામાં 40.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ગાંધીનગર અને જૂનાગઢમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે કંડલામાં 40.5, રાજકોટમાં 42.3 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર પરથી સંકટના વાદળો હટ્યા છે. હાલ કોઇપણ જગ્યાએ વરસાદના એંધાણ નથી. જેથી આગમી પાંચ દિવસ સુધી તાપમાન સૂકું રહેશે. બીજી તરફ કચ્છ અને કંડલામાં એક દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આગામી દીવસોમાં અમદાવાદનું તાપમાન 41-42 ડિગ્રી રહે તેવી શક્યતા છે.

ગુજરાતમાં વધી રહેલી ગરમીને કારણે રોગચાળો પણ વધી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ ગરમીને કારણે હિટ સ્ટ્રોક સહિતના કેસ વધ્યાં છે. ગરમીને કારણે એક જ સપ્તાહમાં 6 હજાર 700થી વધુ લોકો માંદા પડ્યાં હતા. તો બાળકોમાં ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે. જ્યારે એક જ સપ્તાહમાં બેભાન થવાના 1 હજાર 158 કેસ સામે આવ્યાં હતા. હજી પણ ગરમીને કારણે માંદા પડવાના કેસ વધે તેવી નિષ્ણાંતો દ્વારા ચેતવણી અપાઇ છે. સિવિલ હોસ્પિટલ અને સોલો સિવિલમાં હિટ સ્ટ્રોક વોર્ડ ઉભા કરાયા

(9:48 pm IST)