Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

વડોદરામાં એમડી ડ્રગ્સ ઝડપાવાનો મામલો : મુખ્ય સપ્લાયર વસીમ હજી પોલીસ પકડથી દૂર

ડ્રગ્સ સપ્લાયર મોહંમદ મકરાણીના રિમાન્ડ પૂર્ણ થતા જેલમાં મોકલાયો :વસીમ મુંબઈથી પિતાને મોકલતો એમડી ડ્રગ્સ હતો.નિયમિત ડ્ગ્સ લેતા બંધાણીઓની ઓળખ કરાઇ જેમાં ડ્રગ્સ લેનારા અનેક લોકોના નામો ખુલ્યા

  • વડોદરાના ન્યુ સમા રોડ વિસ્તારની અરવિંદબાગ સોસાયટીના મકાનમાંથી પકડાયેલા એમડી ડ્રગ્સ કારોબારના પ્રકરણને લઈને નવી વિગતો સામે આવી છે. જેમાં ઝડપાયેલા ડ્રગ્સ સપ્લાયર મોહંમદ મકરાણીના રિમાન્ડ પૂર્ણ થઈ ગયા છે. રિમાન્ડ પુર્ણ થતા તેને જેલમાં મોકલવામાં આવ્યો છે. જ્યારે ડ્રગ્સનો મુખ્ય સપ્લાયર વસીમ હજી પણ ફરાર છે. વસીમને પકડવા મુંબઈ ગયેલી પોલીસ ખાલી હાથે પરત ફરી છે.

    ઉલ્લેખનિય છે કે વસીમ મુંબઈથી પિતાને મોકલતો એમડી ડ્રગ્સ હતો.નિયમિત ડ્ગ્સ લેતા બંધાણીઓની ઓળખ કરાઇ છે જેમાં ડ્રગ્સ લેનારા અનેક લોકોના નામો ખુલ્યા છે.

    ડ્રગ્સ કેરિયરોની પૂછપરછ દરમિયાન હાલોલના સપ્લાયર મોહંમદ યુસુફ મકરાણીનું નામ ખૂલ્યું હતું.જેથી એસઓજીના પીઆઇ આર એ પટેલે ટીમ મોકલી મકરાણીની ધરપકડ કરી હતી.મકરાણીના આજે રિમાન્ડ પુરા થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.જેથી કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે.

    બીજીતરફ મકરાણીને ડ્રગ્સ સપ્લાય કરતા તેના મુંબઇ ખાતેના પુત્ર વસિમને શોધવા માટે ગયેલી ટીમને વસિમના સગડ નહીં મળતાં પોલીસ પરત ફરી છે.

(9:24 pm IST)