Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

ખાદ્ય તેલની તંગી ના સર્જાય તે માટે કપાસ જિનિંગ અને ઓઇલ મિલ ચાલુ રાખવા દેવા મુખ્યમંત્રી રૂપાણીનો નિર્ણય

મિલ્સ સુધી લઇ જવામાં પરિવહન અને પ્રક્રિયામાં અન્ય કામગીરી પણ કરી શકાશે

અમદાવાદ : મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીએ પ્રવર્તમાન kovid 19ને કારણે સર્જાયેલી લોક ડાઉનની સ્થિતીમાં અને ત્યાર બાદ રાજ્યમાં ખાદ્યતેલની અછત ઊભી ન થાય તે હેતુસર લોક ડાઉનના સમય દરમ્યાન પણ કપાસ જીનિંગ અને ઓઇલ મિલ ને ચાલુ રાખવા દેવા નો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

  મુખ્ય મંત્રીએ આ જાહેરાત કરતા કહ્યું કે કપાસની જીનિંગ પ્રોસેસ માટે જીનિંગ મિલ્સ પિલાણ તેમજ પેકિંગ માટે કપાસ ઓઇલ મિલ્સ અને આ સમગ્ર પ્રક્રિયામાં જોડાયેલી કામગીરી એટલેકે ખેડૂતો વેપારીઓ દ્વારા કપાસ  જીનિંગ મિલ સુધી લઈ જવા અને મિલ્સ માંથી કપાસિયા ઓઇલ મિલ્સ સુધી લઈ જવામાં પરિવહન અને આ પ્રક્રિયામાં જોડાયેલી અન્ય કામગીરી  કરી શકાશે

 આ હેતુસર અવર જવર માટે સ્થાનિક તંત્ર મારફત મંજૂરી લેવાની તેમજ આ આખીયે  પ્રક્રિયામાં સોશીયલ ડિસ્ટન્સ હાઇજીન સેની ટાઇઝેશન વગેરેની પૂરતી કાળજી લેવાની પણ સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે.

(4:23 pm IST)