Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ગુજકોમાસોલ" માં ડિરેકટર તરીકે રાજકોટ જીલ્લા સહકારી બેંક લી. ના ચેરમેન અને યુવા મંત્રી જયેશભાઈ રાદડીયાની વરણી : સન્માન-શુભેચ્છા

ગુજરાતની રાજયકક્ષાની નામાંકીત સહકારી સંસ્થા " ગુજકોમાસોલ" માં ડિરેકટર તરીકે રાજકોટ જીલ્લા સહકારી બેંક લી. ના ચેરમેન અને યુવા મંત્રી  જયેશભાઈ રાદડીયા ની આજરોજ વરણી થતા કિશોરભાઈ શાહ, મહેશભાઈ ડોબરીયા, ડાયાભાઈ પરમાર અને પરેશભાઈ વોરાએ જયેશભાઈ રાદડીયાનુ સનમાન કરીને શૂભેચ્છાઓ પાઠવી હતી

(9:10 pm IST)
  • રાજકોટમાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું: ૩૯ ડીગ્રી : ગરમીમાં ધીમે- ધીમે વધારો થઈ રહ્યો છેઃ આજે બપોરે રાજકોટમાં મહતમ તાપમાન ૩૮.૪ ડીગ્રી નોંધાયું છેઃ આજે સાંજે સુધીમાં એકાદ ડીગ્રીનો વધારો સંભવ છેઃ આમ, આજે સિઝનનું સૌથી ઉંચુ તાપમાન નોંધાશેઃ હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ બે- ત્રણ દિવસ ગરમીનો દોર જારી રહેશે access_time 4:39 pm IST

  • દેશમાં કોરોનાએ ફરી ફૂફાડો માર્યો : છેલ્લા ૧૦ દિવસમાં ૧૧ રાજ્યના ૩૪ જિલ્લામાં કોરોનાના કેસ નોંધાવાની ઝડપ બમણી : મહારાષ્ટ્રના ૬, પંજાબના પાંચ, ગુજરાતના ૪ અને મધ્યપ્રદેશના ૩ જિલ્લામાં સ્થિતિ વણસી:કેરળ અને મહારાષ્ટ્ર બાદ હવે પંજાબમાં પણ રોજના ૧૦૦૦થી વધુ કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે access_time 12:50 am IST

  • વૃધ્ધ દંપતિની હત્યા : અમદાવાદમાં ડબલ મર્ડરનો સનસનીખેજ કિસ્સો સોલા વિસ્તારમાં વૃદ્ધ દંપત્તિની કરાઇ હત્યા ગળાનાં ભાગે તીક્ષ્ણ હથિયારનાં ઘા મારી હત્યા ચોરી કે લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાની આશંકા પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ access_time 2:33 pm IST