Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

આ સરકારે આદિજાતિની વિશેષ ચિંતા કરી છે : મંત્રી ગણપતસિંહ વસાવા શાળાઓમાં વિદ્યાર્થીદીઠ રૂા.૧૫૦૦ નિભાવ ગ્રાન્ટ અપાય છે: મંત્રી રમણભાઇ પાટકર

અમદાવાદ : આદિજાતિ વિકાસમંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારે આદિજાતિની વિશેષ ચિંતા કરી છે. આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની આશ્રમશાળાઓ અને ઉત્તરબુનિયાદી આશ્રમશાળાઓમાં ૪૪૨ શિક્ષકોની ભરતી કરી છે અને ૭૭૪ શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલુ છે.

  આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની આશ્રમશાળાઓમાં શિક્ષકો, શિક્ષક અને --ગૃહપતિની બેવડી જવાબદારીના વિધાનસભા ગૃહના પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ જણાવ્યું હતું કે, તા.૩૧/૩/૨૦૦૩ના ઠરાવની જોગવાઇ પ્રમાણે આશ્રમશાળામાં નિમણૂંક પામતા શિક્ષકોને ગૃહપતિની જવાબદારી નિભાવવાની થાય છે. મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે આશ્રમશાળાઓ આઝાદી પહેલાની હોઇ તેના મકાનોના નવીનીકરણ માટે રૂા.૩૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
   શિક્ષકોની ભરતી સંબંધે આદિજાતિ રાજ્યમંત્રી રમણભાઇ પાટકરે જણાવ્યું કે રાજયમાં ૧૧૦૦ જેટલી આશ્રમશાળાઓમાં નિયમોનુસાર ભરતી કરવામાં આવી રહી છે. રાજ્યમંત્રીએ વિભાગ ગ્રાન્ટ અંગે જણાવ્યું કે વર્ષ ૮૮-૮૯માં વિદ્યાર્થીદીઠ અપાતી રૂા.૧૫૦ની નિભાવ ગ્રાન્ટ અત્યારે રૂા.૧૫૦૦ આપવામાં આવે છે.

(7:32 pm IST)
  • હાર્દિકને ગુજરાત બહાર જવાની છુટ : કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની અરજી ઉપર હાઈકોર્ટે તેને ગુજરાત રાજય બહાર જવાની મંજુરી આપી છેઃ રાજકીય કામકાજ અંગે રાજયની બહાર જવાની પરવાનગી આપવામાં આવી હતી access_time 4:40 pm IST

  • અમે ટ્રેક્ટરમાં પંખા ફિટ કર્યા છે જે ઉનાળાને ધ્યાનમાં રાખીને આવતીકાલે અમૃતસરથી દિલ્હી જવા રવાના થશે અને મચ્છરોને દૂર રાખવા અને વેન્ટિલેશન સુનિશ્ચિત કરવા માટે જાળીઓ પણ મૂકી છે. સરકાર ખેતીના નવા કાયદા પાછા નહીં લે ત્યાં સુધી અમે અમારો સંઘર્ષ ચાલુ રાખીશું - એસ.એસ.પંધર, કિસાન મજૂર સંઘર્ષ સમિતિના રાજ્ય સેક્રેટરી access_time 9:23 pm IST

  • નરેન્દ્રભાઇની હાજરીમાં મિથુનદા ભાજપમાં જોડાશે : બોલીવુડના સુપ્રસિધ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાઇ રહયા છે. તેઓ કોલકતા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કરશે. access_time 4:39 pm IST