Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

રાજ્યમાં ૩૧૩ સિંહો મરણને શરણ

સુરક્ષા માટે પેટ્રોલીંગ, સીસીટીવી કેમેરા, દીવાલ વગેરે પગલાઃ અત્યાધુનિક પદ્ધતિથી દેખરેખ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૫ :. રાજ્યમાં સિંહોના થયેલા મૃત્યુ અંગે કોંગ્રેસના વિરજીભાઈ ઠુમ્મરના પ્રશ્નના ઉત્તરમાં વનમંત્રીએ જણાવ્યુ હતુ કે, તા. ૩૧-૧૨-૨૦ની સ્થિતિએ સિંહ, સિંહણ અને સિંહબાળાના ૩૧૩ મૃત્યુ થયા છે.

રાજ્ય સરકાર ભવિષ્યમાં અકુદરતી મૃત્યુ અટકાવવા પગલા લેવામાં આવનાર છે. જેમા ખાસ કરીને ક્ષેત્રિય સ્ટાફને વાહન, હથિયાર, વોકીટોકી, ટેબ્લેટથી સુસજ્જ પોલીસ વિભાગ, વન વિભાગ અને પીજીવીસીએલ વિભાગ દ્વારા સંયુકત પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે. વન્યપ્રાણીના રેસ્કયુ માટે રેપીડ એકશન ટીમ તથા રેસ્કયુ ટીમની રચના કરવામાં આવેલ છે.

ચેકીંગનાકા પર સીસીટીવી કેમેરા મુકવામાં આવેલ છે તથા હાઈટેક મોનીટરીંગ યુનિટ કાર્યરત કરવામાં આવેલ છે. વન્યપ્રાણી મિત્રો ૨૯૩ ટેકર્સ ૧૬૦ કાર્યરત છે.

અસુરક્ષિત ખુલ્લા કુવાઓએ પેરાપીટ વોલ બાંધી સુરક્ષિત કરવામાં આવેલ છે. સિંહ તથા અન્ય વન્યપ્રાણીઓને બિમારી, અકસ્માત વખતે તાત્કાલીક સારવાર માટે વેટરનીટી ઓફિસરની નિયુકિત, લાયન એમ્બ્યુલન્સ, વન્યપ્રાણી સારવાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવેલ છે.

સિંહોના વિચરણનું સતત મોનિટરીંગ કરવા માટે સિંહોને રેડિયો કોલરીંગ કરવામાં આવેલ છે. અભ્યારણ વિસ્તારમાંથી પસાર થતા જાહેર માર્ગો પર સ્પીડબ્રેકરો અને સાઈન બોર્ડ મુકવામાં આવેલ છે.

રાજુલા-પીપાવાવ રેલ્વે ટ્રેકની આજુબાજુ ચેઈનલીંક ફેન્સીંગ કરવામાં આવેલ છે

(4:59 pm IST)