Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

આઇશા આપઘાત કેસની અસર: દહેજ સામે જાગૃતિ અભિયાન ચલાવવા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની અપીલ

ખાલિદ રશિદ ફરંગી મહાલિએ દહેજની માગણી 'હરામ' અને ઈસ્લામિક કાયદા વિરુદ્ધ છે.

નવી દિલ્હી : મુસ્લિમ યુવતી આયેશાએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પરથી નદીમાં કુદીને આત્મહત્યા કર્યા પછી ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના એક વરિષ્ઠ સભ્યે દેશમાં બધા જ ઈમામોને દહેજ વિરુદ્ધ જાગૃતિ અભિયાન ચલાવવા અપીલ કરી છે.

   ખાલિદ રશિદ ફરંગી મહાલિએ જણાવ્યું હતું કે, દહેજના કારણે આયેશા આરિફ ખાનનું મોત સમગ્ર મુસ્લિમ સમાજ માટે ચિંતાજનક છે. અમે બધી જ મસ્જિદોના ઈમામોને શુક્રવારની નમાજ પહેલાં ઈસ્લામિક હુકમનામું તેમજ પત્ની અને પતિના અધિકારો અને ફરજો અંગે લોકોમાં જાગૃતિ લાવવા અપીલ કરીએ છીએ. આ બાબતોને સરળ ભાષામાં લોકોને સમજાવવી જોઈએ, જેથી આયેશાની આત્મહત્યા જેવી કમનસીબ ઘટનાઓને ટાળી શકાય. તેમણે ઉમેર્યું કે, દહેજની માગણી 'હરામ' અને ઈસ્લામિક કાયદા વિરુદ્ધ છે. પરંતુ લોકો હજી પણ બિન ઈસ્લામિક અને અમાનવીય પદ્ધતિનો અમલ કરી રહ્યા છે.

   અમદાવાદમાં ૨૩ વર્ષીય આયેશાએ તેના મોબાઈલ ફોન પર એક વીડિયો રેકોર્ડ કર્યા પછી ૨૫મી ફેબુ્રઆરીએ રીવરફ્રન્ટ પરથી સાબરમતી નદીમાં ઝંપ લાવીને આત્મહત્યા કરી લીધી હતી. આયેશાના પિતાએ બીજા દિવસે પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ આયેશાનો પતિ આરિફ બાબુખાખન ૨૦૧૮માં લગ્ન કર્યા ત્યારથી દહેજ માટે તેને માનસિક રીતે પરેશાન કરતો હતો. પાછળથી રાજસ્થાનમાં રહેતા આયેશાના પતિની ધરપકડ કરાઈ હતી.

(12:45 pm IST)
  • કોરોના પ્રોટોકોલ તોડીને વૈષવોદેવીની યાત્રાએ ગયા પોઝીટીવ દર્દી : ફરિયાદ દાખલ :હોમ આઇસોલેશનમાં રખાયેલા કોરોના દર્દીઓ વૈષ્ણો દેવીની યાત્રાએ પહોંચ્યા :આરોગ્ય વિભાગે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો: સદર કોટવાલી ક્ષેત્રનો શ્રીપાલ બિહાર કોલોનીસ્કૂલની છોકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો:તેના માતા-પિતાની પણ તપાસ કરતા તેઓને પણ ચેપ લાગ્યો હતો: આરોગ્ય વિભાગે પરિવારને એકાંત રહેવાની સલાહ આપી હતી. પરંતુ યુવતીના માતા-પિતા વૈષ્ણો દેવીની યાત્રાએ નીકળ્યા હતા access_time 1:03 am IST

  • અમે ટ્રેક્ટરમાં પંખા ફિટ કર્યા છે જે ઉનાળાને ધ્યાનમાં રાખીને આવતીકાલે અમૃતસરથી દિલ્હી જવા રવાના થશે અને મચ્છરોને દૂર રાખવા અને વેન્ટિલેશન સુનિશ્ચિત કરવા માટે જાળીઓ પણ મૂકી છે. સરકાર ખેતીના નવા કાયદા પાછા નહીં લે ત્યાં સુધી અમે અમારો સંઘર્ષ ચાલુ રાખીશું - એસ.એસ.પંધર, કિસાન મજૂર સંઘર્ષ સમિતિના રાજ્ય સેક્રેટરી access_time 9:23 pm IST

  • રાજ્ય ની 6 મહાપલિકા ના પદાધિકારી ઓં ના નામ નક્કી કરવા સોમ વારે ભાજપ ની પાર્લામેમેન્ટ્રી બેઠક ગાંધીનગર મુખ્યમંત્રી વિજય ભાઈ ના નિવાસ સ્થાને આં બેઠક યોજાશે. જેમાં મેયર. ડૅ. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક નેતા, અને દંડક ના નામો નક્કી થશે. access_time 9:23 am IST