Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

આણંદ જિલ્લાની પેટલાદ તાલુકા પંચાયતની 35-સિહોલ જિલ્લા પંચાયતની બેઠકના બોરિયા-1 મતદાન મથક પર પુન : મતદાન સંપન્ન : 79.05 ટકા મતદાન નોંધાયું

આણંદ જિલ્લાની જિલ્લા પંચાયતની  35-સિહોલ બેઠકમાં સમાવિષ્ટ  બોરિયા-1 મતદાન મથક પર તા, 2ના  યોજાયેલ મતગણતરીના દિવસે ટેક્નિકલ કારણોસર વીજાણુ મતદાન યંત્રમાંથી પરિણામ મેળવી શકાયેલ ન હોવાથી આ મતદાન મથક પર આજે ફેર મતદાન યોજવામાં આવેલ હતું ,જે શાંતિપૂર્ણ સંપન્ન થયેલ છે, આ મતદાન મથક પર નોંધાયેલ કુલ મતદારો 902 હતા તે પૈકી 713 મતદારોએ મતદાન કરેલ છે જે 79,05 ટકા મતદાન થયેલ છે તેમ રાજ્ય ચૂંટણી આયોગના સચિવની યાદીમાં જણાવ્યું છે 

(9:50 pm IST)