Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

બંટી ગેંગના બોસને મહારાષ્ટ્રથી ઉપાડી લાવતી સુરત એસ.ઓ.જી

બંટી ગેંગને કોઈ પણ ભોગે ઝડપી લેવાનું વચન પૂર્ણ કરતા સુરત સીપી અજય કુમાર તોમર : ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહીમાં સુરત મોખરેઃ કૈલાશ પાટીલ પહેલા ગેંગના ૧૧ સભ્યો ઝડપી લેવાયા છે, આકરી પૂછપરછ

 રાજકોટ તા.   ગૂજસીટોકના કાયદા હેઠળ જે શહેરમાં માથાભારે ગુનેગારો સામે કેસો દાખલ થયા છે તેવા સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા સુરતને ડ્રગસ મુકત બનાવવા સાથે શહેરના લોકો શાંતિથી  હરફરી જીવન ગુજારી શકે તે માટે ગેંગ સ્ટરો ઉપર તવાઈ ઉતારવાના ચાલતા અભિયાન અંતર્ગત સુરત એસ.ઑ.જી.દ્વારા બંટી ગેંગના બોસ કૈલાશ પાટિલને એસ. ઓ.જી. મહારાષ્ટ્રના જલગાવથી દબોચી લીધા છે.

 સુરતના એસ.ઓ.જી પીઆઇ આર.એસ. સુવેરાના માર્ગદર્શન હેઠળની ટીમ દ્વારા સીપી અજય કુમાર તોમરની સૂચના મુજબ ચાલતી શોધખોળ દરમિયાન એસ.ઓ.જી.ટીમના એ.એસ આઈ. જલુભાઈ દેસાઈ અને અશોક લુનીને મળેલ બાતમી આધારે જલગાંવ લોકલ ક્રાઇમ બ્રાન્ચની મદદ મેળવી મુખ્ય સૂત્રધારને ઝડપી લેવા માટે ટ્રેપ ગોઠવી હતી. જેમાં તે આબાદ ઝડપાઈ ગયેલ. આ ગેંગના અત્યાર સુધીમાં ૧૧ ગેંગ સ્ટર ઝડપાઇ ગયેલ છે, ડીંડોલી પોલીસ મથક દ્વારા લોકોને ત્રાહિમામ્ પોકારનાર આ ગેંગના ૧૪ સભ્યો સામે ગુન્હા દાખલ કરવામાં આવેલ એ બાબત જાણીતી છે, સુરત સીપી દ્વારા બંટી ગેંગ સામે આકરી કાર્યવાહી કરવાનું લોકોને વચન અપાયેલ જે પૂર્ણ કરાતા લોકોમાં પણ હર્ષ ફેલાયો છે, કૈલાશ પાટિલને કોર્ટમાં રજૂ કર્યા બાદ ખાસ ટીમ દ્વારા પૂછપરછ શરૂ થશે તેમ સૂત્રો જણાવે છે.

(12:37 pm IST)