Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મ્સને કારણે અમદાવાદની 36થી વધુ ફ્લાઇટના શેડ્યુલ ખોરવાયા : શ્રીનગરની ફ્લાઇટ રદ

હૈદ્રાબાદની ફ્લાઇટ 5 કલાક મોડી :12 જેટલી ફ્લાઇટમાં 2 થી પાંચ કલાકનો વિલંબ

 

અમદાવાદ :ઉત્તર ભારતમાં ધુમ્મસને પગલે વિઝિબિલિટી ઓછી થઇ જતાં સતત બીજા દિવસે અમદાવાદ આવાગમન કરતી ૩૬થી વધુ ફ્લાઇટ્સના શેડયૂલ ખોરવાયા હતા. ૩૬માંથી ૧૨ જેટલી ફ્લાઇટ ૨થી કલાકનો વિલંબ થયો હતો જ્યારે અમદાવાદ-શ્રીનગરની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. આમ, મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

 આજે અમદાવાદ-હૈદરાબાદની ફ્લાઇટ સૌથી વધુ કલાક માટે મોડી પડી હતી. સામાન્ય રીતે બપોરે ૩ઃ૩૫ના હૈદરાબાદથી રવાના થતી ફ્લાઇટ પાંચ કલાકના વિલંબ બાદ રાત્રે ૮ઃ૩૫ના અમદાવાદ માટે રવાના થઇ હતી. ઉપરાંત બીજી પણ ઘણી ફ્લાઈટ વિલંબિત થઈ હતી. દિલ્હીમાં ધુમ્મસને કારણે વિઝિબિલિટિ ઓછી થઇ જતાં બપોર સુધી મોટાભાગની તમામ ફ્લાઇટ્સના શેડયૂલ ઉપર અસર પડી હતી.

(9:53 pm IST)