Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ઉમરેઠ તાલુકાના ઘોરામાં પરિણીતા સહીત યુવતી ગૂમ થઇ જતા તપાસ શરૂ કરાઈ

ઉમરેઠ:તાલુકાના ઘોરા ગામના ખ્રિસ્તી ફળિયામાં રહેતી સ્મિતાબેન સંજયકુમાર ગોહેલ (ઉ. વ. ૩૬)ગત ૩જી તારીખના રોજ સાંજના સાતેક વાગ્યા બાદ ઘરેથી કોઈ અગમ્ય કારણોસર નીકળીને ક્યાંક ગુમ થઈ જવા પામી હતી. 

બીજા બનાવમાં પેટલાદ તાલુકાના સીમરડા ગામે આવેલા ઠાકોરવાસ મોટા ફળિયામાં રહેતી હેમાલીબેન પ્રીતેશકુમાર ઠાકોર ગત ૨જી તારીખના રોજ ઘરેથી ક્યાંક ગુમ થઈ જવા પામી હતી જ્યારે અગાસ ગામના આનંદપુરા ખાતે રહેતી સુધાબેન શનાભાઈ ગોહેલ (ઉ. વ. ૧૮ અને ૬ માસ)ની ગત ૧લી તારીખના રોજ કોઈને પણ કહ્યા વગર ક્યાંક ચાલી નીકળી હતી. આ અંગે પોલીસે ત્રણ અલગ-અલગ જાણવા જોગ નોંધો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

 

(5:14 pm IST)