Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ચકલાસી પોલીસે વડતાલમાં દરોડા પાડી 32 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3ની ધરપકડ: 2 રફુચક્કર

ચકલાસી: પોલીસે વડતાલના કિશોરપુરા વિસ્તારમાં દરોડો પાડી રૂ.૩૨,૪૦૦ ના દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા જ્યારે બે શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. પોલીસે કુલ .૮૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી

ચકલાસી પોલીસને એવી માહિતી મળી હતી કે વડતાલ તાબે કિશોરપુરામાં રહેતાં શૈલેષભાઈ ઉર્ફે ગીધો જગદીશભાઈ પરમાર વિદેશી દારૂ રાખીને વેચાણ કરે છે. જેથી પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડામાં ત્રણ ઈસમો પકડાઈ ગયાં હતાં. જયંતિભાઈ સોમાભાઈ પરમાર નામના હોન્ડા એવિએટર ની ડિકીમાંથી રોયલ ચેલેન્જર્સ ક્લાસિક વ્હીસ્કીની બોટલ નંગ ૧૦ રૂ.૩૦૦૦ની મળી હતી. જ્યારે બળવંતભાઈ ઉર્ફે બબો રમણભાઈ પરમાર (રહે કિશોરપુરાના )કાળા થેલામાંથી દારૂની બોટનો રૂ.૩૦૦૦ ની મળી હતી તેમજ મનુભાઈ રતિભાઈ કા.પટેલ (રહે અંબાજી માતા મંદિર પાસે પેટલાદ)ની એક્ટિવાની ડિકીમાંથી નંગ દારૂની બોટલ કિં.૧૮૦૦ મળી આવી હતી

લોકો શૈલેષ ઉર્ફે ગીધોના ઘરે દારૂ લેવા આવ્યાં હોવાનું પ્રાથમિક તપાસમાં દેખાઈ આવ્યું છે. પોલીસે શૈલેષ ઉર્ફે ગીધાના પ્રથમ અને પાછલા રૂમની વચ્ચે મુકેલ પુંઠાના બોક્સમાંથી વિવિધ માર્કાની વિદેશી દારૂની બોટલો ૪૧ નં કિંમત રૂ.૨૪,૬૦૦ ની જપ્ત કરી હતી. આમ પોલીસે કુલ ૩૨,૪૦૦ નો વિદેશી દારૂ પકડી પાડીને એક્ટિવા તેમજ મોટરસાઈકલ અને એવિએટર રૂ.,૧૦,૦૦૦ના પણ જપ્ત કર્યાં હતા. પોલીસે ફરાર થઈ જનાર સાગર ગોરધનભાઈ પરમાર તેમજ શૈલેષ ઉર્ફે ગીધાની શોધખોળ હાથ ધરી છે.

(5:13 pm IST)