Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

દિયોદરના ચીભડામાં ડીપ્થેરીયાના રોગથી વધુ એક બાળકી મોતને ભેટી

દિયોદર: તાલુકાના ચિભડા ગામે શંકાસ્પદ ડિપથેરીયાના રોગથી ત્રણ બાળકોના મોત થયા છે જેને લઈને ગામમાં હલચલ મચી જવા પામી છે. જયારે આરોગ્ય તંત્રના જણાવ્યા પ્રમાણે વધુ એક બાળકી ગંભીર બનતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં  ખસેડાઈ હતી જયા તેનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.

જયારે ઘટનાની ગંભીરતાને લઈને ગામમાં બનાસકાંઠા જિલ્લાની રેપીડ રેસફોર્સ ટીમ આવી પહોચી છે અને તાત્કાલીક કાર્યવાહી હાથ ધરી છે અને ગામના ૧૦ વર્ષથી નીચેના તમામ બાળકોને ફરજિયાત ડીટીપીની રસી આપવાની કામગીરી કરી હોવાનું બ્લોક હેલ્થ ઓફીસર જણાવ્યુ હતું.

(5:12 pm IST)