Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

વાપી નજીક છરવાડામાં વહેલી સવારે ધુમ્મ્સની આડમાં ઝેરી ગેસ છોડતા અફડાતફડી મચી જવા પામી

વાપી :નજીકના છરવાડા ગામે હીરાનગર વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે ધુમ્મસની આડમાં ઝેરી ગેસ છોડાતા નાના બાળકો સહિત લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. હવામાં ફેલાયેલા ગેસને કારણે લોકોને શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ પડી હતી. બનાવ અંગે રહીશે જીપીસીબીને જાણ કરતા અધિકારીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વિસ્તારમાં સમયાંતરે ગેસ છોડવાની ગંંભીર પ્રવૃત્તિ કરાતી હોવા અંગે જીલ્લા પંચાયતના કોંગ્રેસી સભ્યએ જીપીસીબીના ચેરમેનને રાવ કરી છે

પ્રાપ્ત માહિતી અનુસાર વાપી નજીકના છરવાડા ગામે હીરા નગર વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે ધુમ્મસની આડમાં પ્રદૂષણ ફેલવાતી કંપનીઓએ હવામાં ગેસ છોડાતા વિસ્તારમાં રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. નાના બાળકો સહિત લોકોને ગેસથી ગુંગળામણ અને શ્વાસ લેવામાં ભારે તકલીફ ઉભી થઈ હતી. ગેસને કારણે કેટલાક લોકોને વોમીટ પણ થઈ હતી. હવામાં ઝેરી ગેસ છોડવાને કારણે સર્જાયેલી મુશ્કેલી અંગે સ્થાનિક રહીશે જીપીસીબીને ઓનલાઈન ફરિયાદ કરી હતી. જેને પગલે દોડતી થયેલી જીપીસીબીની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી હતી

(5:06 pm IST)