Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

સરદારધામ વિશ્વ પાર્ટીદાર કેન્‍દ્ર દ્વારા પાટીદાર યુવાનોને નોકરી મળી રહે માટે ચિંતન શિબિરનું આયોજનઃ ઉદ્યોગપતિઓ ૧૦ લાખ નોકરીઓ ઉભી કરશે

પાટીદારોને નોકરી મળે તે હેતુથી કેવડિયામાં ચિંતન શિબિરનું આયોજન

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિએ રાજકીય રૂપ પકડ્યું છે. ત્યારે હવે સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર (SVPK) પાટીદાર સમાજના યુવાનોને નોકરી મળી રહે તે હેતુથી ચિંતન શિબિરનું આયોજન કર્યું છે. SVPKના સભ્યોએ જણાવ્યું કે ચિંતન શિબિરનું આયોજન કેવડિયા કોલોની ખાતે કરાશે.

SVPKના પ્રમુખ ગગજી સુતરીયાએ જણાવ્યું કે, ‘ચિંતન શિબિર માટેની તારીખ હજુ સુધી નક્કી કરાઇ નથી. પરંતુ શિબિર માર્ચ મહિનામાં યોજાશે. અમને આશા છે કે 250 જેટલા ઉદ્યોગપતિઓ શિબિરમાં આવશે જે સમાજના યુવાનો માટે રોજગારીની તકો પુરી પાડશે.’

ગગજી સુતરીયાએ કહ્યું કે, ‘ચિંતન શિબિરએ SVPKના મિશન 2026નો ભાગ હશે, જેના ભાગરૂપે સંગઠનનો ઉદ્દેશ સમાજના યુવાનો માટે 10 લાખ નોકરીઓ ઉભી કરવાનો છે.’ SVPK ગત વર્ષે જાન્યુઆરીમાં પણ પાટીદાર સમાજના યુવાઓ માટે 10 હજાર નોકરીના હેતુ સાથે ગ્લોબલ પાટીદાર બિઝનસ ઓર્ગેનાઇઝેશનનું આયોજન કર્યુ હતું. સુતરિયાએ જણાવ્યું કે, ‘અમે તે વખતે 2,650 યુવાનોને નોકરી પુરી પાડી શક્યા હતા. અમારો હેતુ વધારે નોકરીની તકો ઉભી કરવાનો છે અને તેથી ચિંતન શિબિરનું આયોજન કરાયું છે.’

ગગજી સુતરિયાને જ્યારે માત્ર પાટીદાર સમાજ માટે બિઝનસ સમિટના આયોજનનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ગુજરાતમાં બેરોજગારી વિશે ટિપ્પણી કરવાનું ટાળ્યું. તેમણે કહ્યું કે, ‘જ્યારે રાજ્યમાં સરકાર રોજગારી ઉભી કરવા માટે પોતાનું યોગદાન આપી રહી છે, ત્યારે સમાજના યુવાનો માટે સમાન તકો ઊભી થાય પણ જરૂરી છે.’

(4:52 pm IST)