Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ન્યુટ્રીશનમાં સીએમટીસીની મહિલા કર્મચારીઓને ૪ હજાર પગાર ઓછોઃ એક જ ખાતુ છતાં સીએમટીસીમાં વધારે !!

આરોગ્ય-કલ્યાણ વિભાગના પરિપત્રમાં ગોળ-ખોળની નીતિ :રાજ્યભરની સીએમટીસીની મહિલા કર્મચારીઓમાં દેકારોઃ પગાર-એરીયર્સ આપવા માંગણી

રાજકોટ તા.પઃ એસટી નિવૃત કર્મચારી કુરજીભાઇ  હરખાણીએ ઉમેર્યું છે કે, ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીશ્રી તરફથી તા. ૧૫-૧૧-૨૦૧૮ના જી.આર. મુજબ ગતિશીલ ગુજરાત અંતર્ગત ૧૧ માસ કરાર આધારીત ન્યુટ્રીશન એન.એચ.એમ.ની બહેનોને ૯ હજાર બેજીકમાં ૪ હજાર વધારો કરવામાં આવેલ છે આ જી.આર.માં ''એકને ગોળ અને એકને ખોળ'' જેવી વિસંગતતા ઉભી થયેલ છે આ ખાતામાં સી.એમ.ટી.સીમાં કામ કરતી બહેનો તથા એન.એચ.એમ. બહેનોની ભરતી પ્રક્રિયા અભ્યાસ તથા નોકરી દરમ્યાન કામગીરી -જવાબદારી ફરજો બંન્નેની એક સરખી છે. પરંતુ તા. ૧૫-૧૧-૨૦૧૮ના જી.આર. અનુસાર એન.એચ.એમ. યોજના હેઠળ ફરજ બજવાતી બહેનોને જ માસીક બેજીક પગાર ૧૩૦૦૦/- નક્કી કરવામાં આવેલ છે જયારે સરખી કામગીરી બજાવતી સી.એમ.ટી.સી.ની બહેનોને ૯૦૦૦/- ચુકવવામાં આવે છે.

આમ ૪૦૦૦/- બેજીક પગાર તફાવત છે જે હળાહળ અન્યાય હોય આ અંગે આરોગ્ય અધિકારી રાજકોટ, ન્યુટ્રીશન આસી. તમામ બહેનો-તથા વિભાગીય-નાયબ નિયામકશ્રી આરોગ્ય અને તબીબ સેવા વડોદરા-તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ખેડા જિલ્લા પંચાયત-નડીયાદ દ્વારા સી.એમ.ટી.સી. વડોદરા ઝોનની બહેનો સર્વે સૂચિ.એમ ત્રિવેદી-કોમલ આર. ઉપાધ્યાય,વૈશાલી આર. પટેલ, હુસૈના એન. મોદી, ભારતીબેન આર. ડામોર, ઉર્મિલાબેન વાસંતી કે. વસાવા વિગેરેએ સમાન વેતન મળે તે અંગે ગુજરાત રાજયના આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓને આવેદનપત્ર પાઠવેલ છે. જેમાં તેઓ પણ ૧૩,૦૦૦/- બેજીક પગાર તથા એરીયર્સની રકમ ચુકવવા માંગણી કરેલ છે.

(3:50 pm IST)