Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ખેડબ્રહ્મા-અંબાજી હાઇવે પર કોલેજીયન યુવતીની હત્યા કરી લાશને ઝાડ ઉપર લટકાવી: ખળભળાટ

મૃતક યુવતી ખેડબ્રહ્મા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની હોાવનું ખુલ્યું

ખેડબ્રહ્મા-અંબાજી હાઇવે ઉપર કોલેજીયન યુવતીની હત્યા કરી લાશને ઝાડ ઉપર લટકાવી દીધી હતી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે બનાવની જાણ થતાં ખેડબ્રહ્મા પોલીસ દોડી ગઇ હતી. અને લટકતી લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. મૃતક યુવતી ખેડબ્રહ્મા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની હોાવનું જાણવા મળ્યું છે.


  જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે ખેડબ્રહ્માની જાણીતી ઇજનેરી કોલેજ નજીક હાઇવે માર્ગ ઉપર આવેલા ઝાડ ઉપર કોઇ યુવતી લટકતી હોવાની વિગતો બહાર આવતા જોત જોતામાં મોટાં લોકટોળાં ઉમટ્યાં હતા.
   બનાવ સ્થળે ઉપસ્થિત લોકોના ટોળાંના જણાવ્યા પ્રમાણે યુવતીની હત્યા કરીને આત્મહત્યામાં ખપાવવા માટે હત્યારાએ તરકટ રચ્યાની આશંકા સેવી હતી. કોઇ યુવતીની લાશ ઝાડ ઉપર લટકતી રહી છે તેવી જાણકારી મળતાં ખેડબ્રહ્મા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી

(12:41 pm IST)