Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

કિંજલ દવેને 'ચાર ચાર બંગડીવાળી ગાડી' ગીત ન ગાવા કોર્ટનો આદેશ

એક યુવકે કર્યો કોપીરાઇટનો દાવો

અમદાવાદ તા. ૫ : રાજયમાં કોઇપણ નાનો મોટો પ્રસંગ હોય ત્યાં એક ગીત તો વાગે જ, એ છે કે 'ચાર ચાર બંગડીવાળી'. આ ગીતથી પ્રસિદ્ઘ થયેલી ગાયિકા કિંજલ દવેને ૨૨મી જાન્યુઆરીની આગામી સુનાવણી સુધી કોઈ કોમર્શિયલ કાર્યક્રમોમાં આ ગીત ન ગાવા માટે અમદાવાદની કોમર્શિયલ કોર્ટે વચગાળાનો આદેશ કર્યો છે.

કોર્ટે આ ગાયિકા દ્વારા ગવાયેલું ગીત ઇન્ટરનેટ પરથી હટાવી લેવા માટે અને ગીત કોઈઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ગુજરાતી યુવકે આ ગીત પર કોપીરાઈટ દાવો કર્યો છે. તેણે કહ્યું છે કે આ ગીત તેણે લખ્યું છે અને ગાયું પણ છે. જેની કિંજલ દવેએ નકલ કરી છે.

અરજદારની કંપનીએ કોપીરાઇટ ધારા હેઠળ રજૂઆત કરી છે કે આ ગીત તેણે બનાવી તેનો વીડિયો યુટયૂબ પર વર્ષ ૨૦૧૬માં અપલોડ કર્યો હતો. તેના એક મહિના પછી ગીતમાં થોડા જ ફેરફારો કરી કિંજલ દવે આ ગીત ગાયું છે. આ ગાયિકાને નોટિસ પાઠવી તેના દ્વારા ગવાયેલું ગીત તમામ ઇન્ટરનેટ માધ્યમો પરથી હટાવવા આદેશ આપ્યો છે. ઉપરાંત ગીતના વેચાણ પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. અપલોડ યુટયૂબ કિંજલ દવેને એક વર્ષ પહેલાં નોટિસ આપી હતી અને કાર્યક્રમમાં ન ગાવા મનાઇ હુકમ આપ્યો છે.  આ ગીત વેચવામાં ન આવે તેવા પણ આદેશ આપ્યાં છે. કિંજલ દવેએ ઓકટોબર-૨૦૧૬માં આ ગીતનો વીડિયો યુટયૂબ પર અપલોડ કર્યો હતો. નકલ કરાયેલું ગીત ઇન્ટરનેટ પર અને લોકોમાં ઘણો જ વાયરલ બન્યો હતો. આ ગીતથી કિંજલનાં ચાહકોમાં વધારો થયો હતો.

(11:38 am IST)