Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

દિવાળી તહેવારમાં એસટી બસમાં પણ ઓનલાઇન બુકિંગ વધ્યુ :12 લાખ લોકોએ લાભ લીધો : વિક્રમી આવક

 

અમદાવાદ ;ગુજરાત રાજ્યની વાહન વ્યવહાર નિગમની એસટી બસોમાં વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન  ઐતિહાસિક ૨૦૬.૩૬ કરોડની આવક થઇ હતી, જે ગત વર્ષ ૨૦૧૭ કરતાં રૂ.૩૬.૦૪ વધુ છે.

  ઉપરાંત ઓનલાઇન ટીકીટ બુકિંગમાં ૧૨,૩૧,૭૭૬ લાખ બુક થયેલી સીટો દ્વારા રૂ.૨૫.૭૨ કરોડની આવક પ્રાપ્ત થઇ હતી. ગત વર્ષે ૨૦૧૭માં ,૨૩,૯૦૫ ઓનલાઇન ટીકીટ બુકીંગ દ્વારા રૂ.૧૮.૯૭ કરોડની આવક થઇ હતી

  દિવાળીના તહેવારોમાં નવેમ્બર-૨૦૧૮માં નિગમની બસોએ . કરોડ કિલોમીટરનું અંતર કાપીને એસ.ટી. નિગમને રૂ.૨૦૬.૩૩ કરોડની આવક કરી આપી છે. ગત વર્ષે ૨૦૧૭માં .૯૫ કરોડ કિલોમીટર કાપીને રૂ.૧૭૦.૩૨ કરોડની આવક થઇ હતી. ઉપરાંત નિગમ દ્વારા દિવાળીના તહેવારોમાં રાજ્યના નાગરિકોને સારી, ઝડપી અને સલામત મુસાફરી પુરી પાડવા ૧૩,૭૭૦ ટ્રીપો અને ૨૩.૫૭ લાખ કિ.મી.નું એક્સ્ટ્રા સંચાલન હાથ ધરીને .૬૩ લાખ મુસાફરોને બસ સુવિધા પુરી પાડીને રૂા..૯૬ કરોડની વધારાની આવક મેળવી ગત વર્ષની સરખામણીએ કુલ આવકમાં ૨૧.૧૬ ટકાનો વધારો મેળવ્યો હતો.

  ઉપરાંત, દિવાળીના તહેવારોમાં મુસાફરો એસ.ટી.બસોનો મહત્તમ લાભ લઇ શકે તે હેતુથી વધારે ટ્રાફિકવાળા ડેપો/સ્ટેન્ડ ખાતે ૨૪ કલાક ઓનલાઇન અને ઓફલાઇન ટીકીટ બુકીંગ કાઉન્ટરો ચાલુ રાખવામાં આવ્યા હતા. જેના પરિણામે નિગમનાં ઓનલાઇન બુકીંગની આવક સતત દિવસ સુધી રૂ. કરોડથી વધુ રહેવા પામી હતી.

  અત્રે નોંધનીય છે કે, એસ.ટી.નિગમના ઇતિહાસમાં તા.૧૦ નવેમ્બર-૨૦૧૮ની એક દિવસની કુલ ૬૫,૬૦૦ ટીકીટોના બુકીંગ દ્વારા રૂ..૩૧ કરોડની આવક પ્રાપ્ત થઇ છે તેમજ તા. ૧૨ નવેમ્બર-૨૦૧૮ના રોજ રૂ..૫૦ કરોડની રેકોર્ડ બ્રેક આવક નોંધાઇ છે

(12:50 am IST)