Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

સુરતમાં હેલ્મેટ નહિ પહેરનાર એક્ટિવા ચાલકને મળ્યો 25,000નો મેમો ફાટકરાયોઃ વાહનમાલિક ઘેરી ચિંતામાં

ટ્રાફિક પોલીસે વર્ષ 2016, 2017, 2018ના મેમો કાઢ્યા અને એડ્રેસ ચેન્જ થતા નવા એડ્રેસ ઉપર મેમો પહોંચાડ્યા

સુરતના એક વાહન ચાલકને મેમો ઘરે આવ્યો હતો પરંતુ વાહન માલિકે જ્યારે મેમાની રકમ જોઇ ત્યારે ચોંકી ગયો હતો. કારણે કે આ રકમ 100 રૂપિયા, 200 રૂપિયા કે 500 રૂપિયા નહીં પરંતુ પુરા 25,000 હતા. આમ .20,000ના એક્ટિવા ધારકને રૂ. 25,000નો મેમો મળ્યો હતો.મોટી માતબર રકમનો મેમો મળતા એક્ટિવા માલિક હસમુખભાઇ હાલ ચિંતામાં મુકાયા છે .

   મળતી માહિતી મુજબ સુરતમાં હસમુખભાઇ નામના વ્યક્તિ પાસે GJ 5- H 8955 નંબરનું એક્ટિવાર છે. હસમુખભાઇને આજે ટ્રાફિક પોલીસ દ્વારા રૂ.25,000નો મેમો મોકલવામાં આવ્યો છે હેલ્મેટ ન પહેરવાના કારણે ટ્રાફિક પોલીસ દ્વારા મેમો મોકલવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે

   વધુ મળતી માહિતી પ્રમાણે ટ્રાફિક પોલીસે વર્ષ 2016, 2017, 2018ના મેમો કાઢ્યા હતા. અને એડ્રેસ ચેન્જ થતા નવા એડ્રેસ ઉપર આ મેમો પહોંચાડ્યા હતા નવાઇની વાત તો એ છે કે, રૂ.20,000ના એક્ટિવાની કિંમતની સાથે પોલીસે રૂ. 25,000નો મેમો આપ્યો છે જોકે, રૂ. 25,000 રકમનો મેમો આવતા એક્ટિવા માલિક હસમુખભાઇ ચિંતામાં આવી ગયા છે

(11:41 pm IST)