Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

દહેજથી-હજીરા ONGC કંપનીની હયાત પાઇપ લાઈન નાખવાના સામે ખેડૂતોનો જબરો વિરોધ

કલેકટરની અધ્યક્ષતામાં બે કલાક ચાલેલી બેઠકમાં પણ કોઈ નિરાકરણ નહીં

દહેજથી-હજીરા ONGC કંપનીની હયાત પાઇપ લાઈન નાખવાના ખેડૂતોના ઉગ્ર વિરોધ વચ્ચે સુરત જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ફરી એકવાર બેઠક મળી. જે બેઠકમાં ઓએનજીસી કંપનીના અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને અસરગ્રસ્ત ખેડૂતો હાજર રહ્યા હતા

     જો કે બે કલાક ચાલેલી બેઠકમાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા ખેડૂતોએ લાઇન નાખવાની કામગીરી આગળ નહીં વધવા દેવામાં આવે તેવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતો દ્વારા ગુઠા દીઠ યોગ્ય વળતરની માંગ કરવામાં આવી હતી. જે માંગને લઈ કંપનીના અધિકારીઓએ ઉચ્ચ અધિકારીઓએ સાથે વાટાઘાટ અને ચર્ચા બાદ જવાબ આપવા જણાવ્યું હતું. કંપની અને ખેડૂતો વચ્ચે મળેલી આ બેઠકનો ફિયાસ્કો થયો હતો.

(10:14 pm IST)