Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ડીઝીટલ કરન્સીના ભાવ વધવાની લાલચ આપીને કરોડોની છેતરપિંડીના મુખ્ય આરોપી ઝડપાયો

પ્રવીણ પટેલ સહિતના 6 આરોપીઓએ લોકોનો વિશ્વાસ જીતીને અનેકને ફસાવ્યા

અમદાવાદ :ડિજિટલ કરન્સી પે વે કોઈનના ટૂંક સમયમાં ભાવ વધવાની લાલચ આપી ગુજરાતભરમાં લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી ઝડપાયો છે. પે વે કોઈન નામની ડિજિટલ કરન્સીના હાલમાં 7 રૂપિયા ભાવ છે અને થોડાક જ મહિનાઓમાં 100 રૂપિયા થઈ જશે તેવા લાલચમાં પ્રવીણ પટેલ અને તેના સાગરીતોએ અનેક લોકોને ફસાવ્યા હતા.

પ્રવીણ પટેલ સહિતના 6 આરોપીઓએ મોંઘીદાટ હોટેલોમાં કોન્ફરન્સ યોજી પોતાના રાજકીય લોકો સાથેના ફોટા બતાવીને લોકોનો વિશ્વાસ જીત્યો હતો અને અનેક લોકો પાસે રોકાણ કરાવ્યું હતું જે કરોડોમાં થાય છે. ત્યારબાદ આપેલા સમયમાં પણ કોઈ ભાવ ન વધતાં લોકોએ ઉઘરાણી શરૂ કરી હતી. જેમાં વડોદરાના ચિરાગ સુવર્ણકારે પણ પોતાના 17 લાખની ઉઘરાણી કરતા પ્રવીણ પટેલ અને અન્ય આરોપીઓએ તેને મારી નાંખવાની ધમકી આપી હતી.

(9:06 pm IST)