Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

થરાદના કાસવી ગામેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડું

પ્રથમ વાર પાણી છોડવામાં આવ્યું હતું પરંતુ કેનાલ તૂટી જતાગેરરીતિની આશંકા

બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમના તાલુકાઓમાંથી પસાર થતી નર્મદા કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે તેમ છતાં કોઈ ઠોસ પગલાં લેવાતા નથી તેથી અધિકારીઓ અને કોનટ્રાક્ટરોને .મોકળું મેદાન મળી ગયું છે ત્યારે સરહદી થરાદ તાલુકાના કાસવી ગામેથી પસાર થતી અને નવી બનાવેલી નર્મદા કેનાલમાં પ્રથમ વાર પાણી છોડવામાં આવ્યું હતું પરંતુ કેનાલ તૂટી જતા કેનાલના બાંધ કામમાં આચરાયેલ ગેરરી તી ઓં પણ ખુલ્લી પડી ગઈ હતી.

(8:13 pm IST)