Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ખંભાત ધુવારણમાં દાંતી વડે નરાધમે બે મહિલાને માર માર્યો: ગુનો દાખલ

ખંભાત: તાલુકાના ધુવારણ ગામે ગઈકાલે સવારના સુમારે એક શખ્સે દાંતી તેમજ લાકડી અને પથ્થરથી બે મહિલાઓને માર મારીને ઈજાઓ પહોંચાડતા આ અંગે ખંભાત રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર ધુવારણ ગામના વચલા ફળિયામાં રહેતા રાજુભાઈ જીવાભાઈ સિંધાએ ઘરકામ કરતા ભાનુબેન ભીખુભાઈ સિંધાને ગમે તેવી ગાળો બોલીને જણાવેલ કે, તમોએ મને શું આપ્યુ, તમો અહીંથી જતા રહો તેમ કહીને દાંતી લઈ આવીને બૈરાજબેનના જમણા હાથના કાંડા ઉપર મારી દેતાં લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. 
જેથી મંજુલાબેને વચ્ચે પડીને દંતી લઈ લીઘી હતી પરંતુ રાજુભાઈ નજીકમાંથી લાકડી લઈ આવ્યો હતો અને બૈરાજબેનને ડાબા હાથે કોણી ઉપરવાસ અને માથાના પાછળના ભાગે પથ્થર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ભાનુબેન છોડાવવા પડતાં તેણીને પણ લાકડીથી માર માર્યો હતો.

 

(5:56 pm IST)