Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ખેડાની બજારમાં નજીવી બાબતે ગ્રાહક-વેપારી વચ્ચે બબાલ: ચપ્પુથી જીવલેણ હુમલો

ખેડા:બજાર વિસ્તારમાં શાકભાજીના ભાવ બાબતે બોલાચાલી કરી ગ્રાહકે વેપારીને છરી મારી ઈજા કર્યાના બનાવ અંગે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ખેડા સરદારચોક બજારમાં શાકભાજીની લારીઓ ઉભી રહે છે. ખેડા બહારપુરામાં રહેતો આકાશ ધર્મેશભાઈ તળપદા સરદાર ચોકમાં શાકભાજીની લારી લઈ વેપાર કરે છે. ગઈકાલે રાત્રે સમીરભાઈ અબ્દુલભાઈ વ્હોરા (રે. મહેલજ, તા. માતર) શાકભાજીની લારી ઉપર શાકભાજી ખરીદવા ગયો હતો. ત્યારે સમીર વ્હોરાએ કોબીજના ભાવતાલ કરી કોબીજ આપવા જણાવ્યું હતું. ત્યારે આકાશે કોબીજ વજન કરીને આપ્યા બાદ સમીર વ્હોરાએ કોબીજ ઉપરના પાંદડા પત્તા કાડી નાંખતા વેપારીએ કોબીજના પત્તા કેમ તોડીને કાઢી નાખ્યા, અમે શાકભાજી લાવીએ છીએ ત્યારે કોબીજના પત્તા વજનમાં આવે છે તેમ જણાવતા સમીરે ઉશ્કેરાઈ જઈ ગમેતેમ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી ગાળો બોલવાની ના પાડતા સમીરે લારીવાળાને લાફો મારી દીધો હતો અને ખિસ્સામાંથી છરી કાઢી લારીવાળા આકાશને કમરના ઉપરના ભાગે મારી ઈજા કરી હતી. 
આ અંગે આકાશ ધર્મેશભાઈ તળપદાની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી સમીર વ્હોરાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.

(6:00 pm IST)