Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

સુરતના લીંબાયતમાં નાના વેપારીઓ પાસેથી બચતના નામે 7.77 લાખની ઠગાઈ આચરનાર સાગરિતની ધરપકડ

સુરત:લિંબાયત નીલગીરી વિસ્તારમાં લઘુ ઉદ્યોગ ચલાવતા નાના વેપારીઓ પાસેથી આસરા બચત યોજનાના નામે ડેઈલી કલેક્શન કરી લાખો ઉઘરાવી ફરાર થયેલા નવલ પાટીલને ઝડપી પાડયા બાદ લિંબાયત પોલીસે વેપારીઓ પાસે ડેઈલી કલેક્શન કરવા જતા તેના સાગરીત રાહુલ પરાતે ને પણ ઝડપી લીધો છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ લિંબાયત નીલગીરી વિસ્તારમાં લઘુ ઉદ્યોગ ચલાવતા નાના વેપારીઓ પાસેથી આસરા બચત યોજનાના નામે ડેઈલી કલેક્શન કરી રૂ.૭,૭૭,૩૫૦ની ઉઘરાણી કરી ઓફિસ અને મકાનને તાળું મારી ફરાર થઈ ગયેલા નવલ પાટીલને  લિંબાયત પોલીસે ગત શુક્રવારે ઝડપી લીધો હતો. લિંબાયત પોલીસે આજરોજ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ અને દેવરામ ભાઈ ને મળેલી બાતમીના આારે નવલ પાટિલના સાગરીત રાહુલ અશોક પરાતે  (ઉ.વ  ૨૫) ( રહે.પ્લોટ નં.૨૬, શ્રીનાથ સોસાયટી, આર ડી ફાટક પાસે, ડીંડોલી ,સુરત ) ને ઝડપી લીો હતો.

(5:47 pm IST)