Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ગાંધીનગર: નવા સચિવાલયમાં દીપડાને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી: મારણ સાથેના પાંજરા મુકાયા

ગાંધીનગ:નવા સચિવલાયમાં પ્રવેશેલા દીપડાને પકડી પાડયા બાદ ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાંથી સતત દીપડો હોવાની વાતો જ વનવિભાગને મળી રહી હતી તે વચ્ચે ગઇકાલે વાછરડાના મારણ અંગેની તપાસમાં પહોંચેલી વનવિભાગની ટીમને દીપડાના પગલા દેખાતા તંત્ર ચોંકી ગયું હતું અને દીપડની હયાતીના નિશાન પરથી આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. 

આ ઉપરાંત ગ્રામજનોને પણ આ હિંસક પ્રાણી અંગે વાકેફ કરીને સતર્ક કરવામાં આવ્યા હતા ત્યારે આજે અહીંથી વધુ પગલા મળી આવતા વનવિભાગે દીપડાને પકડવા માટે મારણ સાથેના પાંજરા ગોઠવ્યા છે તેમજ રાત્ર વધુ સ્ટાફ સાથે સર્ચ પણ કરવામાં આવશે. 

 

(5:58 pm IST)